NH હાઇવે પર હવે FASTAG વગર દોડશે ગાડીઓ: NH પર હવે નહીં દેખાય ટોલનાકું, અંતર પ્રમાણે રૂપિયા કપાશે
Cars will now run on NH highway without FASTAG: Tolplaza will no longer be visible on NH, rupee will be deducted according to distance
હાઈવે પર હવે લાંબી લાંબી લાઈનો લગાવવાની જરૂર નહીં પડે. તમારે હવે એ પણ ચિંતા કરવાની જરૂર નથી કે 5 કિમીના અંતરમાં તમારે પૂરેપૂરો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. ટૂંક સમયમાં જ રાજસ્થાનથી નીકળતા હાઈવે હાઈટેક થવાના છે. એના પર ટૂંક સમયમાં ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રીડર) સિસ્ટમ લાગુ થવાની છે.
હકીકતમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ નવો કોન્સેપ્ટ લાવવાનું વિચારી રહ્યું છે. રાજસ્થાનમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એક એવો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ બનાવવાનો છે જ્યાં એકપણ ટોલનાકું બનાવાશે નહીં.
આ સિસ્ટમનો સૌથી વધારે ફાયદો એ થશે કે વ્હીકલના માલિકે તેટલા જ રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડશે જેટલા કિલોમીટર તે હાઈવે પર ગાડી ચલાવશે. એની શરૂઆત રાજસ્થાનથી પસાર થતા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ- વેથી થશે.
રાજસ્થાનમાં બનશે સૌથી મોટો ડેડિકેટેડ એક્સપ્રેસ-વે
- પંજાબના અમૃતસરથી શરૂ થઈને ગુજરાતના જામનગર સુધી બની રહ્યો છે ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે રાજસ્થાન સાથે પણ જોડાશે. એની કનેક્ટિવિટી પંજાબ, હરિયાણા અને અરબ સાગરના પોર્ટ સુધી રહેશે.
- ભારત માતા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવતાં આ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેની રાજસ્થાનમાં કુલ લંબાઈ 637 કિમી છે. જ્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં આ સંપૂર્ણ પ્રોજેક્ટની કુલ લંબાઈ 1,224 કિમીની છે.
- આ પ્રોજેક્ટના પૂરા થયા પછી આ રાજસ્થાનનો સૌથી મોટો ડેડિકેટેડ એક્સપ્રેસ-વે બની જશે. ખાસ વાત એ છે કે આ એક્સપ્રેસ-વે પર કર્વ અને ટર્ન ઓછા હશે.
- હાલના સમયે 6 લેનવાળા પ્રોજેક્ટનું રાજસ્થાનમાં 64% (407કિમીનું) કામ પૂરું થઈ ગયું છે. આ આખા પ્રોજેક્ટનો કુલ ખર્ચ 14,707 કરોડ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
13 Comments