NEWS

SEZની બહાર વેચાણની છૂટ સાથે નવો કાયદો લાવવાની જાહેરાત

Announcement of a new law to allow sales outside SEZ

સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સક્રિય એકમોને સ્થાનિક બજારમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવાની છૂટછાટ આપતો નવો ખરડો લાવવા માટેનો સૂચિત મુસદ્દો આજે કેન્દ્ર સરકારે જાહેર કરી દીધો છે. હા, તે માટે SEZના એકમોએ કલમ ૫૧માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ફિનિશ્ડ ગુડ્સમાં વપરાયેલા કાચા માલ પર ભરવાની બાકી રહી ગયેલી ઇમ્પોર્ટ ડયૂટી ભરવાની વ્યવસ્થા કરવાની રહેશે. SEZની બહારના એકમોને તેઓ તેમનો કાચો માલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે પણ આપી શકે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન નવા સૂચિત મુસદ્દાના માધ્યમથી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યારે અમલમાં કાયદાકીય જોગવાઈ મુજબ SEZની બહારના એટલે કે ડોમેસ્ટિક ટેરિફ એરિયામાં નિકાસ માટેની સામગ્રીનું વેચાણ કરનારાઓને કસ્ટમ્સ ડયૂટી પહેલા ભરવાની ફરજ પાડવામાં આવે છે. આ સાથે જ ચોક્કસ શરતોને આધીન રહીને મેન્યુફેક્ચરિંગની કામગીરી પેટા કોન્ટ્રાક્ટ પર SEZની બહાર આપવાની છૂટછાટ પણ નવા કાયદાના માધ્યમથી આપવામાં આવી છે. હા, તેના પોતાના ઉત્પાદન એકમમાં ઉત્પાદન કરવા માટે થતાં ખર્ચ કરતાં અન્ય એકમમાં ઉત્પાદન કરવા માટે આપવામાં આવતા ખર્ચમાં વધારો ન થતો હોય તો જ આ છૂટ મળશે તેવી સ્પષ્ટતા સૂચિત મુસદ્દામાં કરવામાં આવી હોવાનું કાયદાના જાણકાર મનીષ જૈનનું કહેવું છે. ૨૦૨૨માં ઉત્પાદન કરનારને ૨૦૨૧માં ઉત્પાદન કરવા માટે કરવા પડેલા ખર્ચથી વધુ ખર્ચે બહારના અન્ય એકમોને મેન્યુફેક્ચરિંગ કે ઉત્પાદનની કામગીીર સોંપી શકાશે નહિ. 

જોકે આ અંગેના નિયમો હવે પછી જાહેર કરવામાં આવશે. આ નિયમો જાહેર થયા પછી જ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થશે. જોકે સરકારનો ઇરાદો તો નવી SEZ સ્કીમને-દેશને વધુ આકર્ષક બનાવવાનો ઇરાદો છે. વિશ્વ વેપાર સંઘના તમામ નિયમોને સુસંગત રહીને આ સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે. તેમાંથી નેટ ફોરેન એક્સચેન્જ અંગેના નિયમની બાદબાકી કરી નાખવામાં આવી છે.

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ને લગતા કાયદામાં ફેરબદલ કરવાની ગણતરી સાથે કેન્દ્ર સરકારે આજે ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઈસ એન્ડ સર્વિસ હબ – દેશ – તરીકે નવો સુધારેલો SEZ એક્ટ લાવવા માટેનો સૂચિત મુસદ્દો જાહેર કર્યો છે. આ સાથે જ ખરા અર્થમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ મળી રહે તે માટેની યંત્રણા ઊભી કરવા અને નિર્ધારિત સમય મર્યાદામાં જ તમામ પ્રકારની મંજૂરી મળી જાય અને સમયસર નવા એકમો સ્થાપી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પણ આ ખરડાના માધ્યમથી ઇરાદો વ્યક્ત કર્યો છે.

આ સાથે જ નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા માટેની તમામ પ્રક્રિયા કરવા એક જ ફોર્મ ભરવાની અને રિટર્ન આપવાની વ્યવસ્થા દાખલ કરવાનો ઇરાદો પણ આ સૂચિત મુસદ્દાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવ્યો છે. ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઈસ એન્ડ સર્વિસ હબ માટે અલગથી ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવામાં આવશે. આ પોર્ટલ સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટેનું માધ્યમ બનશે. તેના પરથી જ નિર્ધારિત સમય મર્યાદામાં તમામ મંજૂરીઓ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close