Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

હેરિટેજ સિટીઃ અમદાવાદ કિલ્લાની 90% દિવાલો રિસ્ટોર, બજેટ 5 કરોડથી વધીને 10 કરોડ થયું

The Heritage City: 90% walls of Ahmedabad fort restored, budget increased from 5 crore to 10 crore

યુનેસ્કો દ્વારા 2017માં અમદાવાદને ભારતનું પહેલું હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. જૂના અમદાવાદમાં મોટી સંખ્યામાં હેરિટેજ મિલકતો આવેલી છે, જેના સમારકામ અને રિસ્ટોરેસન માટે મ્યુનિ. દ્વારા પણ પહેલા જે 5 કરોડનું બજેટ હતું તેમાં બમણો વધારો કરી 10 કરોડ કરી દેવામાં આવ્યું છે. ઓલ્ડ સિટીની ઓળખને જાળવવા માટે તમામ પ્રયત્નો પણ કરાઈ રહ્યા છે.

અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યા બાદ શહેરના હેરિટેજ વિસ્તારોની જાળવણી, જાહેર સ્થળોની જાળવણી અને પ્રવાસનના હેરિટેજના નવા સ્થળોના વિકાસ માટે મ્યુનિ.ના હેરિટેજ વિભાગ દ્વારા લેવાઇ રહેલા રસને પરિણામે જ્યાં શરૂઆતમાં આ વિભાગનું બજેટ રૂ.5 કરોડ હતું તે વધીને અત્યારે રૂ.10 કરોડ પર પહોંચી ગયું છે. આ સમય દરમિયાન મ્યુનિ. હેરિટેજ વિભાગ દ્વારા કિલ્લાની ફરતે આવેલા જુદા જુદા 3 દરવાજાને રિસ્ટોર કરવામાં આવ્યા છે. જૂના અમદાવાદ ફરતે આવેલી કિલ્લાની દીવાલનો 90 ટકા હિસ્સો પણ રિપેર કરાયો છે. આગામી દિવસોમાં અનેક નવા પ્રોજેક્ટ મ્યુનિ. હેરિટેજ વિભાગની યાદીમાં પ્રતિક્ષા કરી રહ્યા છે.

શહેરમાં હવે હેરિટેજ મકાનોના સરવેની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. શહેરમાં જે મકાનો હેરિટેજની યાદીમાં છે તે મકાનો પર તેનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. હવે શહેરમાં હેરિટેજના વારસાને જાળવવાનું અનેક પડકારો વચ્ચે સરળ બન્યું છે. હેરિટેજ માટે અનેક ક્ષેત્રે કામ થયા છે અને કેટલાક નવા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. હેરિટેજ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 8 ચબુતરાનું રિસ્ટોરેશન કરાશે. દલપતરામ ચોક અને ત્યાંની શાળાના રિસ્ટોરેશન પછી કેલિકોડોમ માટે હેરિટેજ વિભાગ કામગીરી કરી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close