Civil EngineeringCivil TechnologyCommercialConstructionGovernmentGovtHousingInfrastructureNEWSPROJECTSUrban Development

1.38 લાખ મકાનોનું PM કરશે લોકાર્પણ, 1.41 લાખ પરિવાર માટે ઘરનું સપનું સાકાર કરશે

PM will inaugurate 1.38 lakh houses, will realize the dream of a house for 1.41 lakh families

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 18મીએ ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે તેઓ 1.41 લાખ પરિવારોને ઘરનું ઘર મળે તે માટેનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કરશે. રાજયભરમાં ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તેમજ શહેરી ક્ષેત્રોમાં 41 હજાર આવાસોમાંથી 38,071નું લોકાર્પણ અને 2,999 ઘરનું ઘરોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 3.72 લાખ અને શહેરી વિસ્તારોમાં 6.24 લાખ આવાસોનું નિર્માણ કરાયું છે.

વડોદરા ખાતે રૂ. 21 હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

થોડા મહિનામાં જ 9.75 લાખ આવાસનું નિર્માણ
રાજ્યમાં અત્યારસુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 3 લાખ 72 હજાર 865 આવાસોનું નિર્માણ કરાયું છે. જે પૈકી 14 આદિવાસી જીલ્લાઓમાં જ સૌથી વધુ 2.93 હજાર આવાસોનું નિર્માણ કરાયું છે. કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

3 Comments

  1. Pingback: Dan Helmer
  2. Pingback: Diyala Science
Back to top button
Close