ArchitectsBig StoryCivil EngineeringCivil EngineersCivil TechnologyCommercialConstructionHousingInfrastructureNEWSPROJECTSUrban Development

અમદાવાદના શેલા એરિયામાં 34 માળની સૌથી ઉંચી રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનશે

The tallest residential building will be 34 storeys in Shela area of Ahmedabad

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારોમાં 100થી 150 મીટરની ઉંચાઈના ટાવર્સને મંજૂરી મળ્યા પછી હવે ઔડા હેઠળના વિસ્તારોમાં પણ ગગનચુંબી ઈમારતો બનવાની છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઔડા હેઠળના શેલા એરિયાની એક સ્કીમમાં 34 માળના ત્રણ રેસિડેન્શિયલ ટાવરની દરખાસ્ત કરવામાં આવી છે. તેમાંથી બે ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 32 ફ્લોર હશે જ્યારે એક ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 33 ફ્લોર હશે.

આ ટાવર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ સ્કાય સિટી ટાઉનશિપ (Sky city Township)માં બનશે જેની માલિકી ગોયલ (Goyal & Company) અને એચ એન સફલ ગ્રૂપ (HN Safal Group)ની છે. આ હિલચાલથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે આ ત્રણ ટાવરમાં સંયુક્ત રીતે મળીને કુલ 340થી 350 યુનિટ હશે. આ બિલ્ડિંગની ઉંચાઈ 100થી 120 મીટર હશે.

ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 32 ફ્લોર ધરાવતી બે બિલ્ડિંગમાં 4 BHKના લક્ઝરી એપાર્ટમેન્ટ હશે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 33 ફ્લોર ધરાવતી બિલ્ડિંગમાં 5 BHKના એપાર્ટમેન્ટ હશે.

કંપનીના સૂત્રોએ જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટમાં કુલ 16 લાખ ચોરસ ફુટનું બાંધકામ થશે અને તેમાં 20 હજાર ચોરસ વારના એરિયામાં ક્લબ હાઉસ, જિમ, ગાર્ડન સહિતની સુવિધાઓ હશે. આખા પ્રોજેક્ટની વેલ્યૂ લગભગ 800 કરોડ હશે જેનો ભાવ ચોરસ મીટર દીઠ 5500 રૂપિયા રહેશે. કંપની સ્કાયસિટી ટાઉનશિપ (Sky City Township)માં અન્ય પાંચ બિલ્ડિંગ પ્રોજેક્ટ પણ લાવવાનું વિચારે છે જેની ઉંચાઈ 100 મીટરથી વધારે હશે તથા વધુ એક કરોડ ચોરસ ફૂટ એરિયા ડેવલપ કરશે.

HN Safal Groupના ડિરેક્ટર ઉદય વોરાએ જણાવ્યું કે, “અમે સ્કાય સિટીના રેસિડેન્શિયલ સેગમેન્ટમાં આઇકોનિક ટાવર બનાવવાના છીએ. આ ઉપરાંત અમે SG હાઈવે અને સિંધુ ભવન રોડના કોર્નર પર 6100 ચોરસ વારમાં 25 માળની એક ઇમારતનું બાંધકામ કરવાના છીએ.” Goyal અને HN Safal ગ્રૂપ બંનેએ SG Highway પર 42 માળની બિલ્ડિંગ બાંધવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રાલયની સ્પેશિયલ કમિટિની મંજૂરીની રાહ જોવાય છે. તેવી જ રીતે શેલામાં આકાર લેનારા ટાવર માટે પણ સ્પેશિયલ કમિટીની મંજૂરી લેવાની રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close