Civil EngineeringCommercialConstructionDevelopersHousingInfrastructureNEWSPROJECTSUrban Development

બી.યુ. પરમિશન વિનાની મિલકતોની આકારણી કરી પ્રોપર્ટી ટેક્સ વસુલાશે

B.U. Property tax will be levied after assessing properties without permission

અમદાવાદ શહેરમાં હજારો રહેણાંક અને કોમર્શિયલ મિલકતો એવી છે કે, જેનો વપરાશ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ તે મિલકતો બાંધનાર બિલ્ડરો અને માલિકોએ મ્યુનિ. કોર્પોરેશન પાસેથી મિલક્ત વાપરવા માટે બી.યુ. પરમિશન મેળવ્યું નથી અને મ્યુનિ પ્રોપર્ટી ટેક્સ બચાવવાનો માર્ગ અખત્યાર કર્યો છે. તેવી તમામ મિલકતોની મોજણી જ નહીં પ્રોપર્ટી ટેક્સ માટે આકારણી કરવાનો મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ આજે પ્રોપર્ટી ટેક્સ વિભાગને આદેશ કર્યો હતો.

દેખીતી રીતે જ મિલકતો બંધાયા પછી તેનો વપરાશ ચાલુ કરવામાં આવ્યો હોય તેની જાણકારી મ્યુનિ. કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગને નહીં કરવાનો સિલસિલો વર્ષોથી ચાલતો આવ્યો છે. અને આ ખેલ પાછળ મ્યુનિ પ્રોપર્ટી ટેક્સ નહીં ભરવાની માનસિક આદત ધરાવતા બિલ્ડરો અને મિલકત માલિકો સાથે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગના આકારણી કરનારા ઇન્સ્પેક્ટરો અને અન્ય કર્મચારીઓની સાઠગાંઠ જવાબદાર છે. બિલ્ડરો અને મિલકતમાલિકો મ્યુનિ. ટાઉન પ્લાનિંગ ખાતા સમક્ષ બી.યુ. પરમિશન માટે પ્લાન અને અરજી રજૂ કરે છે પરંતુ બી.યુ. માટેની તગડી ફી ભરવામાં ઠાગાઠૈયા કરે છે તો બીજી તરક ટીડીઓના જવાબદાર ઇન્સ્પેક્ટર-સબ ઇન્સ્પેક્ટર સ્થળ તપાસ બાકી છે એમ કહી જે તે બિલ્ડર-મિલકતમાલિકની ફાઇલ દબાવી રાખે છે. ત્રીજી તરફ મિલકત ખરીદનારાઓ પણ પ્રોપર્ટી ટેક્સથી બચવા સ્વંય મ્યુનિ. કોર્પોરેશનને જાણ કરતા નથી.

જ્યારે જેમની વોર્ડમાં ફરીને આવી બી.યુ. વિનાની મિલકતોમાં વપરાશ શરૂ કરવામાં આવ્યો હોય તેવી મિલકતો નજરોનજર નિહાળતા હોવા છતાં આકારણી કરવામાં પ્રોપર્ટી ટેક્સ વિભાગના આકારણી ઇન્સ્પેક્ટરો- કર્મચારીઓ આંખ આડા કાન કરે છે પરિણામે બી.યુ. નથી મળ્યું તેવા બહાના હેઠળ હજારો મિલકતધારકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી મુક્ત રહ્યા છે. બાકી મ્યુનિ એક્ટ મુજબ બી.યુ. મળ્યું હોય કે ન મળ્યું હોય પરંતુ મિલકતનો વપરાશ શરૂ કરવામાં આવતા જ પ્રોપર્ટી ટેક્સના બિલોની વહેંચણી કરી ટેક્સની વસૂલાત અમલી બની જાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close