ConstructionGovernmentGovtHousingInfrastructureNEWSPROJECTSUrban Development

કોર્પોરેશન-ગુડાના 278.11 કરોડના વિકાસકામોનું 12મી એ અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Corporation-Guda's 278.11 Crore Development Works inaugurated and lay foundation by Amit Shah on 12th

ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે. દરમિયાન આગામી 12 જૂનના રોજ ગાંધીનગર કોર્પોરેશન તથા ગુડાના 193.12 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત તથા 85.99 કરોડના કામોનું લોકાર્પણ અમીત શાહના હસ્તે કરવામાં આવશે. આ માટેની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. કોર્પોરેશને 5.64 કરોડના ખર્ચે તૈયાર કરેલા ચાર બગીચાઓના લોકાર્પણ થનાર છે. ઉપરાંત ગુડાના એમઆઈજી તથા એલઆઈજીના બાકી રહેલા આવાસોની ફાળવણી માટે પણ ડ્રો યોજવામાં આવનાર છે. જોવા જેવી વાત એ છે કે, ગુડા ભવનનું અમીત શાહના હસ્તે વિધીવત લોકાર્પણ કરવામાં આવનાર છે. બાકી ગુડાની કચેરી શાસ્ત્રોક્ત વિધીવિધાનથી સરગાસણ ખાતે તો ક્યારની સ્થળાંતર થઇ ગયેલી છે.

આગામી 12 જૂનના રવિવારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનુ આયોજન કરાયું છે. કોર્પોરેશનના જ 193 કરોડ ઉપરાંતના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. જેમાં ખાસ કરીને મોટાભાગે કોર્પોરેશનમાં ભળેલા નવા વિસ્તારમાં ગટર-પાણી રોડના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાપાલિકાવિસ્તારના ચાર બગીચાઓ જેનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે તેને હવે પ્રજાને સુપ્રત કરાશે જેમાં સે-5માં 1.34 કરોડના ખર્ચે, સે-16માં 2.35 કરોડના ખર્ચે તથા સે-9માં 1.09 કરોડના ખર્ચે તથા સે-23માં 86 લાખના ખર્ચે નવસાધ્ય કરાયેલા બગીચાઓનુ લોકાર્પણ કરવામાં આવશે. આમ પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે ચાર બગીચાઓને નવજીવન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગુડા દ્વારા બનાવવામાં આવેલા એમઆઈજી-1ના 38 અને એલઆઇજીના 96 મકાનોનો ડ્રો યોજવામાં આવશે. પ્રાપ્ત વિગતમાં કુડાસણ ખાતે બનેલા એમઆઈજી-1માં હાલના તબક્કે 38 મકાનો ખાલી પડયા છે. આ મકાનો માટે ગુડા દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 414 જેટલી અરજીઓનો ખડકલો થયો છે. એમઆઇજીના 38 મકાનો માટે 414 લોકોએ ફોર્મ ભર્યાં છે. તો એલઆઈજીના 96 મકાનો માટે 137 જેટલી અરજીઓ આવેલી છે. આગામી 12મીના રવિવારે આ પૈકીમાંથી કોનું પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થાય છે તે ડ્રો પરથી ખબર પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close