Civil EngineeringCivil TechnologyConstructionHousingInfrastructureNEWS

ગુજરાત સરકારે રીયલ એસ્ટેટ માર્કેટની પડતર માંગણીઓ અને CGDCRમાં સુધારો કરવા હાથ ધરી છે કાર્યવાહી

Gujarat government has initiated action to revise the CGDCR and pending stading demands of real estate market.

રિયલ એસ્ટેટ ક્ષેત્રની લાંબા સમયથી પડતર માંગણીઓ પર કામ કરતા, ગુજરાત સરકારે શહેરી વિકાસ સંબંધિત વિવિધ નીતિઓમાં અસ્પષ્ટતાને દૂર કરવા માટે Common General Development And Control Regulations (CGDCR) માં સુધારો કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, “હાઉસિંગ રિડેવલપમેન્ટ, હોટેલ્સ અને હોસ્પિટલો અને વિવિધ શહેરોની વિકાસ યોજનાઓને લગતી નીતિઓમાં ઘણી અસ્પષ્ટતા છે, આ તમામ પરિબળો રાજ્યમાં રિયલ એસ્ટેટના વિકાસ માટે અવરોધરુપ માનવામાં આવી રહ્યાં છે.

વિવિધ ક્ષેત્રોની રજૂઆતોને ધ્યાનમાં લઈને, શહેરી વિકાસ વિભાગે CGDCRમાં સુધારો કરવા અને તમામ નીતિઓ, ધોરણો અને GDCRને સમાન સ્તરે લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત, રિયલ એસ્ટેટ એસોસિએશનોની અન્ય માંગણીઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે, ” સૂત્રોએ ઉમેર્યું છે કે, હાલમાં હોસ્પિટલ નીતિ અને CGDCRમાં ઘણી અસ્પષ્ટતાઓ છે, જે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રના વિકાસને નુકસાન પહોંચાડી રહી છે.

“વિવિધ તબીબી સંસ્થાઓ સરકારને વિરોધાભાસી જોગવાઈઓને દૂર કરવા વિનંતી કરી રહી છે જે રાજ્યમાં હોસ્પિટલ ક્ષેત્રના નવા પ્રોજેક્ટ્સને પ્રતિકૂળ અસર કરે છે. તેવી જ રીતે અન્ય ક્ષેત્રોએ પણ CGDCRમાં સુધારાની માંગણી કરી છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું

રિયલ એસ્ટેટ ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા CREDAI એ CGDRCમાં સુધારા માટે ઘણી રજૂઆતો કરી છે જે રાજ્યમાં રિયલ એસ્ટેટ વિકાસ અને રોજગારને વેગ આપશે સૂત્રોએ જણાવ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close