BusinessCommercialDevelopersHousingInfrastructureNEWSPROJECTS

આઠ શહેરોમાં વેચાયા વગરના મકાનોની સંખ્યા વધીને નવ લાખને પાર પહોંચી

The number of unsold houses in eight cities has crossed nine lakh

મોંઘવારીની અસર હવે રિયલ્ટી સેક્ટર પર દેખાવા લાગી છે. દેશના મુખ્ય આઠ શહેરોમાં માર્ચ ક્વાર્ટરના અંતે વેચાયા વગરના મકાનોની કુલ સંખ્યા વધીને ૯ લાખ યુનિટે પહોંચી ગઇ છે.

ટકાવારીની રીતે અનસોલ્ડ હાઉસની સંખ્યા ૧ ટકા વધી છે. વણવેચાયેલા મકાનોની સંખ્યા વધવા પાછળનું એક કારણ નવા હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગની સંખ્યામાં વધારો પણ છે એવુ એક રિપોર્ટમાં જણાવાયુ છે. 

આ અહેવાલ અનુસાર દેશમાં જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ના સમયગાળા દરમિયાન વણવેચાયેલા મકાનોની સંખ્યા વધીને ૯,૦૧,૯૬૭ યુનિટે પહોંચી ગઇ છે જેની સંખ્યા પાછલા ત્રિમાસિકના અંતે ૮,૯૪,૧૦૦ યુનિટ હતી. 

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક દરમિયાન દેશના મુખ્ય આઠ શહેરોમાં વેચાયા વગરના મકાનોની કુલ સંખ્યામાં મુંબઇ અને દિલ્હી-એનસીઆરનો ૫૦ ટકા સંયુક્ત હિસ્સો છે. જેમાં વેચાયા વગરના મકાનોની સંખ્યા મામલે ૩૨ ટકા હિસ્સા સાથે મુંબઇ મેટ્રો સિટી મોખરે છે ત્યારબાદ દિલ્હી-એનસીઆરનો ૧૮ ટકા અને પુનાનો ૧૪ ટકા હિસ્સો છે.

આ અહેવાલમાં એવુ જણાવાયુ છે કે, નીચા વ્યાજદર અને સ્થિર કિંમતોને કારણે રિયલ્ટી માર્કેટમાં માંગ વધતા વેચાયા વગરના મકાનોની સંખ્યામાં વર્ષ ૨૦૨૦ના બીજા ત્રિમાસિકથી લઇને વર્ષ ૨૦૨૧ના ચોથા ત્રિમાસિક સુધી સતત ઘટાડો થઇ રહ્યો હતો. જો કે હવે નવા હાઉસિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ વધતા વણ વેચાયેલા મકાનોની સંખ્યામાં હવે વધારો શરૂ થઇ ગયો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close