1200 કરોડની 20 એકર જમીનમાં 632 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે
International sports complex to be built on 20 acres of land worth Rs 1,200 crore at a cost of Rs 632 crore
નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. વરદાન ટાવર પાસે અંદાજે 1200 કરોડની કિંમતની 20.39 એકર જમીનમાં આ કોમ્પ્લેક્સ 632 કરોડના ખર્ચે બનાવાશે. આ અંગેની સંપૂર્ણ ગ્રાન્ટ કેન્દ્રીય રમતગમત અને યુવા મંત્રાલય દ્વારા આપવામાં આવી રહી છે. 31 ઓક્ટોબર 2024 સુધીમાં આ કોમ્પ્લેક્સનું કામ પૂર્ણ કરવાનો અંદાજ નક્કી કરાયો છે. બાળકોથી માંડી સિનિયર સિટીઝન્સ અને વિવિધ ઈન્ટરનેશનલ કક્ષાની ગેમ્સ યોજી શકાય તે પ્રકારે કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરાયું છે. કોમ્પ્લેક્સમાં 850 ટુવ્હિલર અને 800 ફોર વ્હિલર પાર્ક થઈ શકશે.
એક્વાટિક સ્ટેડિયમ
અહીં સ્વિમિંગ પુલ બનશે જેમાં એફઆઈએનએની પાર્ટનર ટેકનોલોજી માર્થા પુલનો પ્રથમવાર ઉપયોગ થશે. બે સ્વિમિંગ પુલ છે. જેમાં કોમ્પિટિશન પુલ જેનો આર્ટિસ્ટિક તથા વોટરપોલો તરીકે વપરાશ કરાશે. જ્યારે અન્ય સ્વિમિંગ ડાઈવિંગ છે.
- પ્રેક્ષક ગેલેરી 1500ની ક્ષમતા
- કોમ્પિટિશન પુલ – 51.5m (L) x 25m (B) x 3m
- ડાઈવિંગ પુલ/(વોમઅપ પુલ) 22m (L) x 25m (B) x 5m
સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ
અહીં 42×24 મીટરના બે હોલ હશે. જેમાં 2 બાસ્કેટ બોલ, 2 વોલીબોલ કોર્ટ અને 8 બેડમિન્ટન કોર્ટ હશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજી શકાય તેવી રીતે હોલ ડિઝાઈન કર્યો છે. આ સેન્ટરના મલ્ટિ સ્પોર્ટ્સ હોલમાં 4 ટેકવાન્ડો કોર્ટ, 4 કબડ્ડી કોર્ટ, 4 રેસલિંગ અથવા 12 ટેબલ ટેનિસ મેચ એક જ સમયે યોજી શકાશે. ખેલાડીઓ માટે લોન સાથેની એક સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર કે જે એથ્લેટ્સને તેમના બોડી શેપિંગમાં મદદરૂપ થશે. ચેન્જ રૂમ, લોકર્સ, ઈક્વિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથેનો ટ્રેનિંગ, વહીવટી ઓફિસ પણ બનશે. આ સેન્ટરમાં કોચ માટે 8 ડબલ રૂમ, 300 ખેલાડીઓ માટેના 89 ત્રિપલ બેડ તથા 150 કોર્પોરેટ માટેના ડાઈનિંગ પણ બનશે.
ફિટ ઈન્ડિયા ઝોન
અહીં સિનિયર સિટીઝન્સ માટે સીટિંગ એરિયા, યોગા લોન સાથે, પ્લાઝા કમ સ્કેટિંગ રિંક, કબડ્ડી, ખો-ખો, ચિલ્ડ્રન ઝોન, આઉટડોર જિમ, જોગિંગ ટ્રેક અને લોકલ પબ્લિકને સ્પોર્ટ્સ અને ફીટનેસ માટે જાગૃત કરવા એક્સક્લુઝિવ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે.
ટેનિસ આઉટડોર
- કોર્ટની સાઈઝ 12mx24m પ્રત્યેક
- ટેનિસ પ્લેયર માટે વોમઅપ એરિયા
- 300 પ્રેક્ષકોની ક્ષમતા હશે.
પબ્લિક પ્લાઝા
પબ્લિક પ્લાઝા અંતર્ગત પાર્કિંગ ફેસિલિટી તૈયાર કરવામાં આવશે. જેમાં 850 ટુ-વ્હિલર અને 800 ફોર-વ્હિલરની ક્ષમતા નક્કી કરવામાં આવી છે અને તે મુજબ બનાવવામાં આવશે.
ઈન્ડોર મલ્ટિ સ્પોર્ટ્સ અરેના
અહીં 81×45 મીટર સાઈઝના હોલમાં 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટ બોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમનેસ્ટિક મેટ હશે. આ ઉપરાંત તેમના કબડ્ડી, ટાઈકવોન્ડો, કુસ્તી, ટેબલ ટેનિસ માટે ટ્રેનિંગ માટે મલ્ટિ પર્પઝ હોલ બનાવાશે. એકસાથે 5200 પ્રેક્ષકો મેચ નિહાળી શકશે. આ ઉપરાંત વોર્મઅપ એરિયા, ખેલાડીઓ, જજીસ, કોચ, રેફરી અને વીઆઈપી માટે લોન્જ એરિયા, સેન્ટ્રલ એડમિન ઓફિસ, સ્પોર્ટ્સ ફેડરેશન માટેનો રૂમ, ડોકિંગ એરિયા, મેડિકલ સર્વિસ સ્ટેશન, મીડિયા રૂમ, કોલ રૂમ, મીડિયા અને ટેકનિકલ ઓપરેશન સુવિધા માટે અલાયદા રૂમ બનાવાશે.
આઉટડોર
આ કોમ્પ્લેક્સમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે 6 ટેનિસ કોર્ટ, 1 બાસ્કેટબોલ સિન્થેટિક ફ્લોરિંગ કોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર
અહીં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ, સ્નૂકર અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી મલ્ટિપર્પઝ હોલ બનાવાશે. આઉટડોર પ્રેક્ષક ગેલેરી 300ની ક્ષમતાની હશે.અમદાવાદના તમામ લોકોને આ ઉપયોગી થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
13 Comments