Architect-DesignGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ભાવનગરમાં સાયન્સ સેન્ટરનું નિર્માણ:અહીં તૈયાર કરવામાં આવેલી વિવિધ પાંચ ગેલરી બનશે આકર્ષણનું કેન્દ્ર

Construction of Science Center at Bhavnagar: Five different galleries constructed here will be the center of attraction

ભાવનગરના નારી ગામ પાસે નિર્માણ પામી રહેલા રીજનલ સાયન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થતાં જ શહેરને એક નવી ઓળખ મળશે. ભાવનગરવાસીઓને માહિતી સાથે મનોરંજન મળી રહે એ માટે અંદાજે 90 કરોડના ખર્ચે સાયન્સ સેન્ટરનું નિર્માણ કરાયું છે. સેન્ટરના મ્યુઝિયમમાં વિવિધ પાંચ ગેલરીનું નિર્માણ કરાયું છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સેન્ટરની હાલ 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

રીજનલ સાયન્સ સેન્ટરનું ભાવનગરના નારી ગામ પાસે 20 એકર જમીન પર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેન્ટરમાં થીમ આધારિત વિવિધ પાંચ ગેલરીનું નિર્માણ કરાયું છે. ભાવનગર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિજ્ઞાન-ઇજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલયમાં શાળાઓ-કોલેજના વિદ્યાર્થીઓને તેમજ સામાન્ય લોકો અને મુલાકાતીઓને શિક્ષિત કરવા, સંલગ્ન કરવા તથા અનુભવ કરવા માટે નવીન પ્રદર્શનોવાળી થીમ આધારિત ગેલરીઓ છે. ગેલરીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે વિભાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિજ્ઞાન અને તેના કાર્યક્રમમાં શીખવા આવતાં બાળકો અને મુલાકાતીઓને આનંદદાયક અનુભવ પ્રદાન થઇ શકશે.

આ ઉપરાંત ઈરિગેશન સિસ્ટમ સાથેનું ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સેન્ટરના શરૂઆતથી જ ગ્રીનરી દેખાઈ એવો બનાવવા આવ્યો છે. આખો પરિસર નાનાં-મોટાં વૃક્ષોથી ઘેરાયેલો છે. આ કેમ્પસમાં નાનાં-મોટાં વૃક્ષોમાં ગરમાળો, કચનાર, ચંપો, ગુલમહેંદી, સપ્તપર્ણી, ગુલમહોર, પેલટા પામ, શતાવરી, રેફીક્સ પામ, આંબો, રોહીઓ વગેરે સહિત 50થી વધુ પ્રજાતિનાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

રિજનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય હેતુ શિક્ષણ સાથે મનોરંજનનો છે. જે ભાવનગર જ નહીં, રાજ્ય માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એમ પ્રોજેક્ટ-ડાયરેક્ટરોએ જણાવ્યું હતું. એમાં મરીન એકવેટિક્સ ગેલરી, ઓટોમોબાઈલ ગેલરી, નોબેલ પ્રાઈઝ ગેલરી, ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલરી, બાયોલોજી ગેલરી, 9-ડી વી આર જોન અને કુદરતી લીલાછમ પરિસર આવેલો છે, સાથે વિશાળ પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ સેન્ટરનું 90 ટકા કામ પૂર્ણતાના આરે છે, જેને લઈ આગામી ટૂંક સમયમાં જ આ સેન્ટરનું ખુલ્લું મૂકવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close