ઔડાએ મકાનના દસ્તાવેજને આપી મંજૂરી, હવે અમદાવાદની 43 સ્કીમનાં 24 હજાર મકાનોની થશે લે-વેચ કે લોન.
AUDA gives approval for building documents, now 24 thousand houses of 43 schemes in Ahmedabad will be sold or loaned.
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના મકાનમાં રહેનારા મકાનમાલિકો હવે પોતાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે. દસ્તાવેજ હોવાને કારણે મકાન માલિક સરળતાથી મકાન વેચી પણ શકશે. ઔડા દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં ઔડાના મકાન લીધાના પઝેશનથી સાત અને પાંચ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે, તેઓ દસ્તાવેજ કરી કરાવી શકશે. જેના માટે ઔડા ટ્રાન્સફર ફી પેટે EWS(ઈકોનોમિકલી વીકર સેક્શન)ની રૂ. 2500, LIG(લો ઇનકમ ગ્રૂપ) રૂ.10,000, MIG(મિડલ ઇન્કમ ગ્રૂપ) 20,000 અને HIG(હાઇ ઇન્કમ ગ્રૂપ) 30,000 માટે વસૂલ કરશે. મકાન માલિકોએ આ માટે ઔડાનો સંપર્ક કરવાનો રહેશે.
ઔડાના અધિકારી આર.એન. દેસાઈના જણાવ્યા મુજબ ઔડા દ્વારા EWS, LIG, MIG અને HIG યોજના હેઠળ અલગ અલગ કેટેગરીમાં મકાન બનાવવામાં આવ્યા છે. જેમાં ભૂતકાળમાં અને હાલમાં ઔડા હેઠળ આવતાં ઘાટલોડિયા, ચાંદખેડા, અમીયાપુર, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, થલતેજ, બોપલ કોટેશ્વર, કઠવાડા, વાસણા સહિતના વિસ્તારોમાં કુલ 43 જેટલી યોજનાઓ આવેલી છે. જેમાં કુલ 23,898 મિલકતો ધરાવતા લોકોને લાભ મળશે. EWS, LIG સ્કીમ હેઠળના મકાનમાલિકો 7 વર્ષ પછી અને MIG તેમજ HIG સ્કીમ હેઠળના મકાનમાલિકો 5 વર્ષ બાદ તેઓના મકાનના દસ્તાવેજ કરાવી શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
8 Comments