ConstructionGovernmentGovtHousingInfrastructureNEWSPROJECTS

શહેરોનો વિકાસ: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, જામનગર મહાનગરોની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી

Development of cities: CM approves total 7 town planning schemes of Ahmedabad, Gandhinagar, Vadodara, Jamnagar metros

  • કુલ 27500 જેટલા ઈ.ડબ્લ્યુ.એસ. આવાસ-રહેઠાણ માટે જમીન મળશે
  • બાગબગીચા-રમતગમત મેદાન વગેરે માટે 33.66 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે
  • જાહેર સુવિધા માટે 55.58 હેક્ટર્સ અને વેચાણ માટે 115.97 હેક્ટર્સ જમીન મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગરની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.ભૂપેન્દ્ર પટેલે જે પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે, તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં 38/1 દાણીલીમડા તથા ગાંધીનગર મહાનગર પાલિકાની ટી.પી. સ્કીમ નં. 61 ખોરજ ખોડિયારનો સમાવેશ થાય છે

મુખ્યમંત્રીએ વડોદરા અને જામનગરમાં મળીને પાંચ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદઅનુસાર, આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.20(જામનગર) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 21(જામનગર), વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 10 (ગોત્રી-ગોરવા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 21(સમીયાલા-બીલ) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 24/એ (અંકોડીયા-ખાનપુર-સેવાસી-મહાપુરા)નો સમાવેશ થાય છે

મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડાની કુલ 7 ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે કુલ 32.55 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. અને આ બધી સ્કીમમાં મળીને અંદાજે કુલ 27500 ઈ.ડબ્લ્યુ.એસ. આવાસો બની શકશે.

એટલું જ નહીં, બાગબગીચા તથા રમતગમતના મેદાન, ખુલ્લી જગ્યા માટે સમગ્રતયા 33.66 હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધા માટે 55.58 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે 115.97 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close