બિલ્ટ ઈન્ડિયાએ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ઉમદા કામ કરનાર પાંચ મહિલાઓ સહિત 22 હસ્તીઓનું કર્યું સન્માન
Built India honors 22 celebrities, including five women who have done great work in the construction sector
રોડ અને બિલ્ડિંગ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે, બિલ્ટ ઈન્ડિયા દ્વારા આયોજિત દ્વિતીય એવોર્ડ અને કોફી ટેબલ બૂક 2022નું વિમોચન થયું હતું. જેમાં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ઉમદા કામ કરનાર પાંચ મહિલાઓને ધ કોલોનડ્ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, કન્સ્ટ્રક્શન સેક્ટરમાં અલગ અલગ કેટેગરી મુજબ પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ફર્સ્ટ જનરેશન અને યંગ બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આમ કુલ પાંચ મહિલાઓ સહિત કુલ 22 કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી હસ્તીઓને, મંત્રી પૂર્ણેશ મોદી અને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે એવોર્ડ અપાયા હતા.
નોંધનીય છે કે, બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન, દર વર્ષે કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ સેક્ટરમાં શ્રેષ્ઠ અને યુનિક કામ કરનારને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરે છે, અને તેમને પ્રોત્સાહિત કરે છે.
આ સમયે, દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટના સીએમડી પી.એસ. પટેલનું શ્રીકાશી વિશ્વનાથ કોરીડોર પ્રોજેક્ટના ભવ્ય નિર્માણના બદલે ભવ્ય સન્માન કરાયું હતું.
જે અંતર્ગત બિલ્ટ ઈન્ડિયા ધ કોલોનડ્ એવોર્ડ -2022માં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં શ્રેષ્ઠ કામ કરનાર 5 મહિલાઓનું સન્માન ગુજરાત રાજ્યના મંત્રીશ્રી પૂર્ણેશ મોદી અને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે કરાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments