HousingNEWS

આજે મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિમાં, તેજશ જોશી ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ અને આલાપ પટેલ ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળશે.

આજે સાંજે અમદાવાદ ખાતે, ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સની પ્રતિષ્ઠિત સંસ્થા ક્રેડાઈ ગુજરાતના નવા પ્રેસિડેન્ટ અને ક્રેડાઈ અમદાવાદના નવા પ્રેસિડેન્ટ માટે Change of Guard Ceremony 2025 યોજાશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતના નવા પ્રેસિડેન્ટ તરીકે તેજશ જોશી પદભાર સંભાળશે અને ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે આલાપ પટેલ પદભાર સંભાળશે.

આ પ્રસંગે, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ભારત સરકારના ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન જક્ષય શાહ સહિત ક્રેડાઈ ગુજરાતના પદાધિકારીઓ અને ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઉપસ્થિત રહેશે.

નોંધનીય છે કે, તેજશ જોશી વર્ષ 2025-2027 સુધીની ટર્મ માટે ક્રેડાઈ ગુજરાતના નવા પ્રેસિડેન્ટ તરીકે કારભાર સંભાળશે. તો, આલપ પટેલ પણ વર્ષ 2025-2027 સુધીની ટર્મ માટે ક્રેડાઈ અમદાવાદના નવા પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close