રાષ્ટ્રીય ગ્રાહક પંચે ગ્રાહકોનાં હિતોની સુરક્ષાને લઇને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પ્રોપર્ટીની વિગતોમાં દર્શાવેલા વિસ્તારથી ઓછા વિસ્તારને લઇને પંચે અગત્યનો ચુકાદો આપ્યો છે.
પંચેે ઓછા વિસ્તાર ધરાવતા ફ્લેટનું ગ્રાહકોને વેચાણ કરવાના મામલામાં બિલ્ડરને કોઇ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. પંચે બિલ્ડરને 7.20 લાખ રૂપિયાનો દંડ ફટકારવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. પંચે એક મહિનાની અંદર 12% વ્યાજ સાથે ગ્રાહકોને રકમની ચુકવણી કરવાનો બિલ્ડરને આદેશ આપ્યો છે.
પંચે કહ્યું કે બિલ્ડરે ખરીદદાર સાથે કરાર કર્યો હતો કે તે 24 લાખ રૂપિયામાં 850 સ્કેવર ફૂટ બિલ્ટ એરિયા સાથે ફ્લેટ બનાવીને આપશે. બિલ્ડરે રકમની વસૂલાત કરીને ફ્લેટનું નિર્માણ પણ કર્યું પરંતુ ફ્લેટનો બિલ્ટ એરિયા માત્ર 702 સ્કવેર ફૂટ હોવાનું માલુમ પડ્યું.
ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.
8 Comments