GovernmentGovtInfrastructureNEWSPROJECTS

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે લોકસભામાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટેટ્સ વિશે આપી માહિતી

Union Railway Minister Ashwin Vaishnav gives information about status of Ahmedabad-Mumbai bullet train project in Lok Sabha

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે બુધવારે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ(MAHRS) પ્રોજેક્ટના હાલના સ્ટેટ્સ વિશેની માહિતી લોકસભામાં આપી હતી. રેલવે મંત્રીએ આ માહિતી આપતા કહ્યું કે આ માટે જરૂરી વાઈલ્ડલાઈફ, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ફોરેસ્ટ ક્લિયરન્સ મેળવી લેવામાં આવ્યું છે. 1396માંથી 1248 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટને 27 જેટલા કોન્ટ્રાક્ટ પેકેજીસમાં વહેચવામાં આવ્યો છે. તેમાં વડોદરા સ્થિત ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટનો પણ સમાવેશ થાય છે. 13 જેટલા પેકેજીસને હાલ ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે 3 જેટલા ચકાસણી હેઠળ છે. આ સિવાય બે પેકેજીસ માટે નોટીસ ઈન્વાઈટિંગ ટેન્ડર(NIT)મંગાવવામાં આવ્યા છે. ગુજરાત અને દાદરા-નગર હવેલી વિસ્તારના 352 કિમીની લંબાઈના પ્રોજેક્ટ માટે ડિસેમ્બર 2020થી વિવિધ તબક્કામાં સિવિલ વર્ક શરૂ કરવામાં આવ્યું છે.

કલ્યાણ બેનર્જીએ સવાલ કર્યો હતો કે આ પ્રોજેક્ટમાં વિલંબના કારણે સરકારને ખર્ચે વધુ આવશે તેવું લાગી રહ્યું છે અને જો આમ લાગી રહ્યું હોય તો આ માટેનું કારણ શું તેનો જવાબ આપતા વૈષ્ણવે જણાવ્યું કે વર્ષ 2015માં MAHSR પ્રોજેક્ટની કિંમત 1,08,000 કરોડ હતી. મહારાષ્ટ્રમાં જમીન સંપાદન કરવામાં સમય લાગવા અને કોવિડ-19ના વધુ ફેલાવાના કારણે MAHSR પ્રોજેક્ટની અમલવારીમાં સમય લાગ્યો છે.

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે સંપૂર્ણ જમીન સંપાદન પૂર્ણ થયા પછી અને તમામ કોન્ટ્રાક્ટ્સના ફાઈનલાઈઝેશન પછી આ પ્રોજેક્ટની કિંમત કેટલી વધશે અને તેને પુરા થવામાં કેટલો સમય લાગશે, તે અંગે વાત કરી શકાય. 508.17 કિલોમીટર લાંબું આ નેટવર્ક મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘરમાંથી પસાર થશે. જ્યારે ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદમાંથી પસાર થશે.

ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close