રિયલ એસ્ટેટમાં માર્ચ ત્રિમાસિકમાં માંગ વધી, રેસિડેન્શિયલ સેગમેન્ટ 4 વર્ષની ટોચે પહોંચ્યું
Real estate demand rises in March quarter, residential segment hits 4-year high
દેશમાં રેસિડેન્શિયલ હાઉસિંગના વેચાણો ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ચાર વર્ષની ટોચે પહોંચ્યા છે. માર્ચ ત્રિમાસિકમાં 78627 રેસિડેન્શિયલ યુનિટ્સ વેચાયા છે. નાઈટ ફ્રેન્કના તાજેતરના માર્કેટ વેલ્યૂએશન રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ગતવર્ષે સમાનગાળામાં 21548 યુનિટ્સ વેચ્યા હતાં. સૌથી વધુ ઘર દિલ્હી-એનસીઆરમાં વેચાયા હતાં.
નવા 78171 ઘર ખરીદ્યા હતા. મજબૂત માગ સાથે ટોપ-8 મેટ્રો શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની એવરેજ વેલ્યૂમાં વધારો નોંધાયો હતો. ગતવર્ષની તુલનાએ 9 ટકા વધુ ટોચના આઠ શહેરોમાં 78627 નવા ઘર વેચાયા હતાં. ત્રીજા ત્રિમાસિકગાળામાં જ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વેચાણો પ્રિ-કોવિડ સ્તરેથી વધ્યા હતાં. દેશમાં માગ સતત રિકવર થઈ રહી છે.
મુંબઈમાં 21548 ઘર વેચાયા હતા. જે વાર્ષિક ધોરણે 9 ટકા ઘટ્યા છે. દિલ્હી-એનસીઆરમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના વેચાણો 123 ટકા વધી 15,019 યુનિટ થયાં હતા. બેંગ્લુરૂમાં ઘરના વેચાણો ગતવર્ષ સામે 34 ટકા વધી 13663 યુનિટ રહ્યા હતાં. અમદાવાદ 34 ટકા વૃદ્ધિ સાથે 4105 યુનિટ્સ વેચાયા હતા.
પ્રોપર્ટીની કિંમતોમાં વધુ વધારો થવાની સંભાવના
ઇનપુટ ખર્ચ વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા પ્રોપર્ટીની કિંમતોમાં વધુ વધારો થાય તેવો નિર્દેશ શિવાલિક પ્રોજેક્ટ્સના એમડી તરલ શાહે દર્શાવ્યો છે. કોમોડિટીઝ અને કન્સ્ટ્રક્શન મટિરિયલના ભાવમાં સતત વધારો થવાને કારણે આગામી મહિનાઓમાં વધુ વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક મહિનામાં સ્ટીલ, સિમેન્ટ, ઇંટ, ટાઇલ્સ, સેનિટરી વેર, ઇલેક્ટ્રિક વાયર અને અન્ય સામગ્રીના ભાવમાં જંગી વધારાના કારણે સમગ્ર બોર્ડમાં કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય ક્રેડાઇ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
50 લાખથી ઓછી કિંમતના હાઉસિંગ સેગમેન્ટમાં વેચાણો વધ્યાં
ઘર ખરીદનાર કુલ ગ્રાહકોમાંથી 41 ટકા ગ્રાહકોએ 50 લાખથી ઓછી કિંમતના ઘર ખરીદ્યા છે. જ્યારે 40 ટકા લોકોએ 50 લાખથી 1 કરોડની રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે. 1 કરોડથી વધુ કિંમતના ઘરની ખરીદી ગતવર્ષની 18 ટકા સામે વધી આ વર્ષે 25 ટકા રહી છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.
11 Comments