GovtNEWS

1970થી ગુજરાત સાથે સંબંધ છે, મોરારજી દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું

Has a relationship with Gujarat since 1970, got a chance to work with Morarji Desai, also worked with Prime Minister Narendra Modi

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે છે. ​​​રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશેષ સત્રમાં આજે આવીને ખૂબ આનંદ છે. બાપુની ધરતી પર આવવાના અનેક અવસર પ્રાપ્ત થયાં છે. સ્વતંત્ર ભારતની કલ્પના કરનાર લોકોમાં ગુજરાતી મહત્વના છે. મહાત્મા ગાંધીએ સંપૂર્ણ વિશ્વને નવીન વિચારને મહત્વ આપ્યું. નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ વજન તો તેને કહીએને રાષ્ટ્રપતિએ યાદ કર્યું હતું.

પાલીતાણા,ગીર,વડનગર સહિત અનેક મંદિરોએ એકતાના ઉદાહરણ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું યોગદાન છે. વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો ગુજરાતે આપ્યાં છે.

રાષ્ટ્રપતિએ ગુજરાતના વિકાસને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને સાધુવાદ આપ્યો હતો. ગુજરાતીઓનો દેશ પ્રેમ વિશ્વ વિખ્યાત છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં રહે છે પણ ભારત સાથે જોડાયેલા રહે છે. રાષ્ટ્રપતિએ કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિઓનું પઠન કર્યું હતું.

ગુજરાતની એક નવા રાજ્ય તરીકે સ્થાપના કરાઈ તે સમયમાં બળવંત રાય મહેતાએ પચાયત રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડો. નીમા બેન આચાર્યની નિમણુંકથી રાજ્યને પહેલાં મહિલા સ્પીકર રાજ્યને મળ્યાં છે. અધ્યક્ષે રાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, દેશના અમૃત મહોત્સવમાં ગુજરાતના આમંત્રણ પર રાષ્ટ્રપતિ આવ્યા તેમનો આભાર. રાષ્ટ્રપતિનું ગુજરાત કનેક્શન છે. તેઓ મોરારજી દેસાઈની સરકારમાં તેઓ અંગત સચિવ હતાં.

ગુજરાતમાં સ્થિત સરદાર પટેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે જણાવતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરદાર પટેલની પ્રતિમા વિશ્વભરમાં સર્વોચ્ચ છે, સાથે સાથે ભારતવાસીઓ દિલમાં પણ શાશ્વત છે. જેનું મૂલ્ય સ્ટેચ્યૂ ઓફ યુનિટી કરતાં પણ ઊંચી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close