હાલમાં યુક્રેન અને રશિયાનું યુદ્ધ પુરજોશમાં ચાલી રહ્યું હતું અને ભારતના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પરત લાવવાની કાર્યવાહી કરવમાં પણ સફળતા મળી રહી હતી.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પોત પોતાના વતનમાં પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. છતાં ઘણા વિદ્યાર્થીઓને પરત લાવવામાં તકલીફો પડી હતી તેવા સમયમાં અમદાવાદના જાણીતા યુવા ડેવલપર અને રત્નાઅંજલિ ગ્રુપના ડાયરેક્ટર સંયમ શાહ નામના ઉદ્યોગકર્મીના સંપર્કમાં 20 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને જેઓ યુક્રેનમાં ફસાયા હતા તેમને સરકારની મદદ દ્વારા કઈ રીતે પાછા આવી શકાય જેની માહિતી પહોંચી શકે તેવી શક્યતાઓ નહોતી તેવા સમયમાં સંયમ શાહ દ્વારા આ 20 ભારતીય વિદ્યાર્થીઓને કઈ રીતે ભારત પરત લાવવા તેની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
સરકારની સંપૂર્ણ મદદ સાથે યુક્રેનથી ભારતમાં આ 20 વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી મળી રહે તે માટે સંયમ શાહ દ્વારા સતત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓ અને સરકારની વચ્ચે એક કડી બન્યા હતા અને દરેક ભારતીય વિદ્યાર્થીઓને સુખરૂપે ભારત પહોંચાડવામાં સફળતા મેળવી હતી.
આ ગુજરાતી યુવાન સંયમ શાહ દ્વારા આ દરેક વિધાર્થીઓ તેમના ઘર સુધીના પહોંચ્યા ત્યાં સુધી કાર્ય કરીને તેમના પરિવારોને ખુશી આપવાનું એક કારણ બન્યા હતા. આ રીતે, અમદાવાદના યુવા ડેવલપર માનવતાનું ઉત્તમ કામ કરીને બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રનું માન વધાર્યું છે જે સરાહનીય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments