વડાપ્રધાન મોદી વિશ્વના નેતાઓમાં 71% ના રેટિંગ સાથે વિશ્વમાં ટોચ પર- મોર્નિંગ કન્સલ્ટનો સર્વે.
PM Modi Tops List Of Most Popular World Leaders In This Survey
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 ટકા અપ્રૂવલ રેટિંગ સાથે વિશ્વના ટોચના નેતાઓમાં વૈશ્વિક રેટિંગમાં પ્રથમ ક્રમાંકે છે. જે ભારતવાસીઓ માટે એક ગર્વ લેવા જેવી બાબત છે.
અમેરિકાની એક ડેટા ઈન્ટેલિજન્સી મોર્નિંગ કન્સલ્ટે પોલિટિકલ ઈન્ટેલિજન્સમાં કરાયેલા સર્વેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 ટકા રેટિંગ સાથે વિશ્વના નેતાઓમાં ટોચ પર છે. આ એજન્સીએ વિશ્વના 13 નેતાઓની યાદીમાં અમેરિકન પ્રેસિડેન્ટ જો બિડેન 43 ટકાના રેટિંગ સાથે છઠ્ઠા ક્રમાંકે છે. બિડેન પછી કેનેડાના પ્રેસિડેન્ટ જસ્ટિન ટુડો પણ 43 ટકા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને 41 ટકા રેટિંગ મળ્યા છે.
નોંધનીય છેકે, નવેમ્બર-2021માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર હતા.
મોર્નિંગ કન્સલ્ટ કંપની હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, કોરિયા, સ્પેન, યુનાઈટેડ કિંગ્ડમ અને યુનાઈટેડ સ્ટેટસ્ માં સરકારી નેતાઓ અને દેશના માર્ગોની મંજૂરી રેટિંગને ટ્રેક કરી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments