વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન એવા પ્રાચીન નગર વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને પ્રાચીન અવશેષો મળી રહ્યા છે. હાલમાં અમરથોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે 25 ફૂટ ઊંચો એક કોટ મળી આવ્યો છે.
દરવાજાની આજુબાજુ બીજા કોટ પણ નીકળી રહ્યા છે. આ કોટ આશરે 1000 થી 1200 વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. નોંધનીય છે કે, શહેરની ફરતે બનાવેલા 6 દરવાજાની નજીક આવા કોટ દટાયેલા છે. આ કોટ શહેરની સુરક્ષા માટે બનાવાયા હશે તેવી ધારણા લગાવવામાં આવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments