જૂઓ ! ગુજરાતમાં બે રીવરફ્રન્ટ, એક સાબરમતી રીવરફ્રન્ટ અને બીજો ધોલેરા રીવરફ્રન્ટ
Glimpse of Dholera SIR artificial riverfront.
ધોલેરા સરનું મુખ્ય આકર્ષણ છે આર્ટીફિસિયલ રીવર ફ્રન્ટ. ધોલેરા સરમાં હાલ 6 કિલોમીટરની લંબાઈ ધરાવતો વોટરફ્રન્ટ(કૃત્રિમ રીવરફ્રન્ટ) નિર્માંણ કરવામાં આવ્યું છે. બે અલગ અલગ થીમ ડીઝાઈન પર રીવર ફ્રન્ટ નિર્માંણ કરવામાં આવ્યો છે.
સિલ્વર રુટ થીમ અને મેરીટાઈમ પાર્ક થીમ. આ રીવરફ્રન્ટ પર ડેકોરેટીવ લાઈટિંગ, ગજેબો, સાઉન્ડ સિસ્ટમ, વોટરબૉડી, સિટીંગ જેવી સુવિદ્યાઓ નિર્માંણ કરી છે. જેનો અનુભવ કરવો હોય તો ધોલેરા સરની મુલાકાત કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા સરનું નિર્માંણકાર્ય હાલ પુરજોસમાં ચાલ રહ્યું છે. હવે આપણે ચોક્કસપણે કહી શકીએ કે, ધોલેરા સરમાં મૂડીરોકાણ કરવામાં કોઈ જ ચિંતા નથી. કારણ કે, આપ જે રીતે ગુગલમાં ધોલેરાના ફોટો જૂઓ છો તેવું જ ધોલેરા સર નિર્માંણ પામવા જઈ રહ્યું છે જેમાં કોઈ જ શંકા નથી. કુલ 920 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા ધોલેરા સરમાંથી, 422 ચોરસ કિલોમીટર પર ટાઉન પ્લાનિંગ અને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે.
જેમાં કુલ 6 ટીપી પણ પાડવામાં આવી છે. જેમાં હાલ મૂળભૂત સુવિદ્યાઓ જેવી કે, રોડ, વીજળી અને પાણી માટે વર્લ્ડ ક્લાસ સુવિદ્યાઓ નિર્માંણ કરવામાં આવી રહી છે. ખાસ વાત કરીએ તો, હાલ ત્યાં 70 મીટર, 55 મીટર, 24 મીટર અને 18 મીટર આમ કુલ ચાર પ્રકારની પહોળાઈ ધરાવતા વર્લ્ડ ક્લાસ રોડ નિર્માંણ પામી રહ્યા છે. તે સાથે યુનિટીલી કોરીડોર પણ નિર્માંણ કરવામાં આવ્યો છે.
70 મીટરની પહોળાઈ ધરાવતા રોડની વચ્ચે મેટ્રો રેલની સુવિદ્યા નિર્માંણ કરવામાં આવી રહી છે.તેમજ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને 110 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments