GovernmentInfrastructureNEWS

આવતીકાલે દેહરાદૂનમાં વડાપ્રધાન મોદી, 18000 કરોડના વિવિધ પ્રોજેક્ટસ્ નું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે.

PM Modi to lay foundation stone of multiple projects worth Rs 18,000 crore in Dehradun on Dec 4

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર-2021ના રોજ દેહરાદૂન ખાતે, 18000 કરોડ રુપિયાની વિવિધ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. દેહારદૂનના તમામ વિસ્તારોમાં પ્રવાસન વિકાસ થાય અને દુર્ગમ વિસ્તારોમાં સારામાં સારા રોડ અને હાઈવે નિર્માંણ થાય તેવા હેતુસર આ પરિયોજનાઓ નિર્માંણ કરવામાં આવશે.  

વડાપ્રધાન મોદી, કુલ 11 માળખાકીય પ્રોજેક્ટસ્ ની આધારશીલા મૂકશે. જેમાં દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરીડોરનો સમાવેશ થાય છે. આ પરિયોજનાને 8300 કરોડ રુપિયામાં નિર્માંણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ નિર્માંણ પામવાથી, દિલ્હીથી દેહરાદૂન વચ્ચે મુસાફરીમાં લાગતો સમય 6 કલાકથી 2.5 કલાક થશે. એટલે કે 3.5 કલાક સમયનો બચાવ થશે. જેમાં હરિદ્વાર, મુઝ્ઝાફરનગર, શામલી, યમુનાનગર, બાગપત, મેરઠ અને બડૌત જેવા શહેરોને જોડવા માટે કુલ સાત ઈન્ટરચેન્જ હશે. જેમાં જંગલી જાનવરોને કોઈ જ પરેશાની ન થાય અને તે સરળતા હરીફરી શકે તે માટે 12 કિલોમીટરની લંબાઈ ધરાવતો, વન્યજીવ એલીવેટેડ કોરીડોર નિર્માંણ કરાશે. આ સાથે, દેહરાદૂન નજીક દત્ત કાલી મંદિરની પાસે 340 મીટર લંબાઈ ધરાવતી એક સુરંગ પણ નિર્માંણ કરાશે. આ સુરંગની મદદથી વન્યજીવો હરીફરી શકશે.

દિલ્હી-દેહરાદૂન ઈકોનોમી કોરીડોરથી ગ્રીનફિલ્ડ સંરેખણ પરિયોજના, સહારનપુરના હલગોઆથી હરિદ્વારના ભદ્રાબાદને જોડવા પરિયોજના નિર્માંણ માટે 2000 કરોડ રુપિયા ખર્ચ કરાશે. તેમજ 1700 કરોડ રુપિયાના ખર્ચે દેહરાદૂન- પોંટા સાહિબ રોડ પ્રોજેક્ટ નિર્માંણ કરવામાં આવશે.

આ ઉપરાંત, લક્ષ્મણ ઝૂલાની નજીક ગંગાના કિનારે પર એક બ્રીજ નિર્માંણ કરવામાં આવશે. નોંધનીય છેકે, લક્ષ્મણ ઝૂલાને 1929માં નિર્માંણ કરવામાં આવ્યો હતો, પરંતુ, હાલ તેની ભાર વહન ક્ષમતા ઘટી ગઈ હોવાથી તેને બંધ કરી દેવાશે. તેની જગ્યાએ પદયાત્રીઓ માટે અન્ય એક કાચનો બ્રીજ નિર્માંણ કરાશે. જેના પર હલકા વજન વાહનો પણ ચાલી શકશે.

ચારધામ સડક સંપર્ક પરિયોજના અંતર્ગત દેવપ્રયાગથી શ્રીકોટ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર બ્રહ્મપુરીથી કોડિયાલા સુધી રોડ પહોળો કરવા માટેનું પણ ઉદ્દઘાટન કરવામાં આવશે. તેમજ વડાપ્રધાન દેહરાદૂનમાં અત્યાધુનિક અત્તર અને સુગંધ પ્રયોગશાળાનું ઉદ્દઘાટન કરશે. આ રીતે, 4 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાશ કરશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close