Big StoryGovernmentInfrastructureNEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના જેવર ખાતે, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમૂર્હૂત કરશે.

PM Modi to lay foundation stone for Noida International Airport at Jewar in UP today

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 કલાકે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધના જેવર ખાતે, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની આધારશીલા રાખશે. 1300 એકર વિશાળ ભૂમિ પર નિર્માંણ પામનાર એરપોર્ટના પ્રથમ ફેઝનું નિર્માંણ કાર્ય 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેનો અંદાજિત નિર્માંણખર્ચ 10,050 કરોડ રુપિયા થશે. વાર્ષિક 1.2 કરોડ પેસેન્જરની ક્ષમતા ધરાવતા આ એરપોર્ટનું નિર્માંણ થવાની સાથે જ ઉત્તરપ્રદેશમાં આર્થિક, સામાજિક, પ્રવાસન અને હવાઈ પરિવહનને વેગ મળશે.

રાજધાની નવી દિલ્હીમાં આ બીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માંણ પામશે. આ એરપોર્ટ નિર્માંણ પામવાથી, નવી દિલ્હી ખાતેના ઈન્દીરા ગાંધી એરપોર્ટ પરનું ભારણ ઘટશે. આ સાથે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, અલીગઢ, ફરીદાબાદ, આગરા જેવા શહેરોની વસ્તી અને તેની આસપાસના વિસ્તારોના લોકોને પણ આ એરપોર્ટની સેવા મળશે.

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, ઉત્તર ભારત માટે એક લોજેસ્ટિક દ્વાર બનશે. નિર્માંણ પામનાર નોઈડા એરપોર્ટની વિસ્તૃત ક્ષમતાને કારણે, ભારતનું હવાઈ લોજેસ્ટિક વૈશ્વિક સ્તરીય બનશે.  સમર્પિત કાર્ગો ટર્મિનલની ક્ષમતા 20 લાખ મેટ્રિક ટન હશે. જેમાં વધારો કરીને, 80 લાખ મેટ્રિક ટન કરી દેવામાં આવશે. પરિણામે, વિશ્વના દેશોમાં ઔદ્યોગિક પ્રોડક્ટની નિકાસ કરી શકાશે જેથી આ એરપોર્ટ વિદેશી રોકાણ માટે હબ બનશે.

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટર વિકસિત કરવામાં આવશે. જેમાં મલ્ટી મોડેલ ટ્રાન્ઝિટ કેન્દ્ર, મેટ્રો અને હાઈ સ્પીડ રેલ્વે સ્ટેશન, ટેક્સી, બસ સેવા અને ખાનગી વાહનો માટે પણ સંપૂર્ણ સુવિદ્યા આપવામાં આવશે. આ રીતે, આ એરપોર્ટને રેલ્વે, મેટ્રો અને બસ સેવા સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત, આસપાસના તમામ મુખ્ય રાજમાર્ગો જેવા કે, યમુના એક્સપ્રેસ વે, વેર્સ્ટન પેરીફેરલ એક્સપ્રેસ વે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે તથા અન્ય કેટલાક હવાઈ મથકોથી જોડવામાં આવશે. આ હવાઈ મથકને દિલ્હી-વારણસી હાઈ સ્પીડ રેલથી પણ જોડવાનું આયોજન છે. જેના કારણે, દિલ્હી અને નોઈડ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચેની મુસાફરી માત્ર 21 મિનિટ થઈ જશે.

એરપોર્ટ નિર્માંણમાં પર્યાવરણના જતન માટેના તમામ પાસાંને આવરી લેવામાં આવ્યાં છે. જેમાં એરપોર્ટની આસપાસ મોટીસંખ્યામાં વૃક્ષો વાવવામાં આવશે. તેમજ ગ્રીન બિલ્ડિંગના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને, નિર્માંણ કરવામાં આવશે. જેથી, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ એ દેશનું પ્રથમ ઝીરો ઈમેશન એરપોર્ટ બનશે.

નોંધનીય છેકે, નોઈડા એરપોર્ટના નિર્માંણ માટે મહત્વની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમ કે, જમીન તેની આસપાસ રહેતા અસરકર્તા તમામ પરિવારોને વળતર અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

5 Comments

  1. Pingback: visit site
  2. Pingback: Dan Helmer
  3. Pingback: ไก่ตัน
  4. Pingback: Morpheus8
Back to top button
Close