અમદાવાદના શીલજમાં 7.50 કરોડના ખર્ચે બનાવાશે, આરોગ્ય વન, એક વર્ષમાં થશે તૈયાર.
Arogya Van to be built at Shilaj in Ahmedabad.

અમદાવાદના શીલજ વિસ્તારમાં કેવડિયામાં તૈયાર થયેલા વનને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પોરેશને પણ “આરોગ્ય વન” તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. શીલજ તળાવ પાસે 7.50 કરોડના ખર્ચે આ વન બનાવવામાં આવશે. આ વનમાં આરોગ્યને લગતા ઔષધીય રોપાનો ઉછેર કરવામાં આવશે. આરોગ્ય વન બનાવવા માટે ટેન્ડર ગાર્ડન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, શીલજ ગામ તળાવ પાસે 20 હજાર ચોરસ મીટર જમીન પર આરોગ્ય વન બનાવવામાં આવશે. જેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં ટેન્ડર ખુલશે અને એકાદ વર્ષમાં આ આરોગ્ય વન બનીને તૈયાર થઈ જશે.
મિશન મિલિયન ટ્રીનો લક્ષ્યાંક
અમદાવાદ શહેરના ગ્રીન કવરમાં વધારો થાય તે માટે કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી “મિશન મિલિયન ટ્રી”ના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં આવી રહ્યા છે. જાપાની મિયાવાંકી પદ્ધતિથી ગોતા અને બાપુનગર ખાતે એક જ દિવસે મોટા સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. શહેરમાં વિકાસના નામે આડેધડ વૃક્ષો કાપવામાં આવતા હતા, તેની સંખ્યા ઘટાડવા તેમજ મોટા વૃક્ષોને રિ-પ્લાન્ટ કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
20 Comments