કાલે ગાંધી જયંતિ પ્રસંગે, પાલનપુરના પીંપળી ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરશે.
PM Modi will interact with the Pinpali's villagers of Gujarat on occasion of Gandhi Jayanti tomorrow.
જલ જીવન મિશન અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તા. ર ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરની અલગ અલગ ગ્રામ પંચાયતોની સાથે ગુજરાતના એકમાત્ર બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પીંપળી ગામના ગ્રામજનો સાથે સવારે-૧૧.૦૦ કલાકે સીધો સંવાદ કરશે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે પીંપળી ગામની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, પાલનપુર તાલુકાના પીંપળી ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સદસ્યો અને ગ્રામજનો દ્વારા પાણી, ગટર, શૌચાલય સહિત ગ્રામ્ય સુખાકારીને લગતી તમામ કામગીરી સુંદર રીતે કરવામાં આવતા તેની નોંધ લઈ આ ગામના ગ્રામજનો સાથે વડાપ્રધાન જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. જિલ્લાના અન્ય ગામો પણ આ ગામમાંથી પ્રેરણા મેળવી સારી કામગીરી કરવા પ્રયત્નશીલ બને તેમ તેમણે જણાવ્યું હતું.
પીંપળી ગામની કુલ વસતી ૨૪૪૪ છે અને ૭૧૫ ઘરો છે. આ ગામમાં તમામ ઘરો ૧૦૦ ટકા નળ કનેક્શનથી જોડાયેલા છે. ગામના અગ્રણી અને પાણી સમિતિના સભ્ય રમેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં તમામ લોકોને ઘેર ઘેર નળ કનેક્શનથી જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગટર વ્યવસ્થા અને ૧૦૦ ટકા શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાણીની ગુણવત્તાની ચકાસણી પાણી સમિતિના સભ્યો, આશા વર્કર બહેનોને વાસ્મો કચેરીના વોટરક્વોલીટી સ્ટાફ દ્વારા તાલીમ આપી ફિલ્ડ ટેસ્ટ કીટ આપવામાં આવી છે. જેથી પાણી સમિતિના સભ્યો પાણીના સેમ્પલ લઈ પાણીની ગુણવત્તાની જાતે ચકાસણી કરી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- પાલનપુર માહિતી વિભાગ, ગુજરાત સરકાર
11 Comments