પિરામલ ગ્રુપે, આજે દેશની મોટી ખાનગી હાઉસિંગ કંપની ડીએચએફએલને કુલ 38000 કરોડ રુપિયામાં હસ્તગત કરવાની જાહેરાત કરી છે. પિરામલ ગ્રુપે, કંપનીને સંપાદન કરવા માટે 34,250 કરોડ રુપિયા ચૂક્યા છે.
બંને કંપનીઓ વચ્ચે થયેલા નાણાંકીય કરારો મુજબ, પિરામલ એન્ટરપ્રાઈઝે જણાવ્યું છેકે, DHFLના લેણદારો, DHFLના ઠરાવમાંથી, 38000 કરોડ રુપિયા વસૂલ કરશે. જેમાં પિરામલ એન્ટરપ્રાઈઝ દ્વારા 34,250 કરોડ રુપિયા ચૂકવવામાં આવ્યા છે અને DHFLના રોકડ બેલેન્સમાંથી 3800 કરોડ રુપિયાનો સમાવેશ થાય છે.
DHFLના 70,000 લેણદારો હતા અને તેમાંથી, ઠરાવ પ્રક્રિયાની સફળ સમાપ્તિ દ્વારા તેમના બાકી લેણાંમાંથી લગભગ 46ટકા વસૂલ કરી રહ્યા છે. ઠરાવના જણાવ્યાનુસાર, પિરામલ કેપિટલ અને હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ DHFLમાં મર્જ થશે. અને મર્જ થયેલી કંપની પર 100ટકા માલિકીપણું પિરામલ ગ્રુપનું રહેશે.
નોંધનીય છેકે, દેશની મોટી ખાનગી હાઉસિંગ ડીએચએફએલ કંપની, દેશના કુલ 24 રાજ્યોમાં ફેલાયેલી 301 શાખાઓમાં 2338 કર્મચારીઓ સાથે 10 લાખ હોમલોન ગ્રાહકો સાથે ધમધમે છે. આ કંપનીનો મુખ્ય લક્ષ્યાંક હાઉસિંગ ફોર ઓલ અંતર્ગત અર્ફોડેબલ હાઉસિંગ માટેનો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- મની કંટ્રોલ.
9 Comments