Civil EngineeringNEWSOthers
સિવીલ એન્જીનીયર શુભમ્ સિવિલ સર્વિસિસ પરીક્ષામાં બન્યો દેશનો ટોપર.
Civil services exam topper Subhamkumar is a Civil Engineer.
તાજેતરમાં યુપીએસસી સિવિલ સર્વિસિસનાં પરિણામો જાહેર થયાં. જેમાં બિહારના કટિહાર ગામના સિવીલ એન્જીનીયર શુભમકુમારે, ત્રીજા પ્રયાસે આઈએએસની પરીક્ષા પાસ કરીને, દેશમાં ટોપ રેન્કર બન્યો છે. 24 વર્ષીય શુભમે, બિહાર સહિત દેશભરના યુવાઓ સહિત સિવીલ એન્જીયર્સ માટે એક પ્રેરણા સ્ત્રોત સાબિત થશે. તે હેતુથી બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, પણ શુભમનું કવરેજ આપીને બિરદાવ્યો છે. શુભમે 2018માં સિવીલ એન્જીનીયરનો અભ્યાસ આઈઆઈટી મુંબઈથી પૂર્ણ કર્યો હતો. બીજા ટોપર રેન્કર તરીકે જાગૃતિ અવસ્થી છે.
ઉલ્લેખનીય છેકે, આ પરિણામોમાં મહિલાઓ મેદાન માર્યું છે. દેશના કુલ 25 ટોપરમાંથી 12 યુવતીઓનો સમાવેશ થાય છે. જે સ્વયંસંચાલિત મહિલા સશક્તિકરણ બતાવે છે. કુલ 761 ઉમેદવારોમાંથી, 545 યુવાનો અને 216 યુવતીઓ આ આંકડો જ સ્વયંસંચાલિત મહિલા સશ્કિતકરણનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments