HousingNEWSUpdates

રીઅલ એસ્ટેટ ક્ષેત્રે વેચાણો તહેવારોમાં 40% વધવાની આશા – ક્રેડાઈ

real estate housing demand is likely to boost in festival days

કોરોના મહામારીની બીજી લહેરની અસર ઘટ્યા પછી દેશના રીઅલ એસ્ટેટ સેક્ટરમાં પણ ઝડપી રિકવરી જોવા મળી રહી છે. રીઅલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલ અલગ-અલગ કંસલ્ટન્સી એજન્સીઓ અને ડેવલપર્સનું કહેવું છે કે આ તહેવારોની સિઝનમાં રીઅલ એસ્ટેટ સામાન્ય રીતે હાઉસિંગ સેક્ટરમાં ઘણો સારો ગ્રોથ જોવા મળશે. અનુમાન છે કે ગણેશ ચતુર્થીથી શરૂ થઇ રહેલા તહેવારોની સીઝનમાં ગતવર્ષની તુલનામાં 35-40 ટકા વધુ વેચાણ થવાનો અંદાજ છે.

પ્રોપર્ટી કંસલટન્ટ એનારોક ગ્રુપના વાઇસ ચેરમેન સંતોષ કુમારના જણાવ્યા અનુસાર દેશના ટોચના 7 શહેરોમાં વાર્ષિક આધાર પર રીઅલ એસ્ટેટ લોન્ચિંગ અને વેચાણમાં 35-40 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે. કંઝ્યુમર સેન્ટિમેન્ટમાં પણ ઘણો સુધારો થયો છે અને મિડ તથા પ્રીમિયમ રેન્જના મકાન ખરીદીમાં લોકોનો ઉત્સાહ પહેલા કરતા વધ્યો છે.

ડેવલપર્સના કહેવા મુજબ છેલ્લા બે દાયકા પછી રીઅલ એસ્ટેટમાં આટલો ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. રીઅલ એસ્ટેટ સેક્ટરની પ્રતિષ્ઠિત સંસ્થા ક્રેડાઇના નેશનલ પ્રેસિડેન્ટ જક્ષય શાહે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે રીઅલ એસ્ટેટ સેક્ટરમાં બે-ત્રણ દાયકા પછી આવી સંગીન સ્થિતિ જોવા મળી છે. ગણેશ ચતુર્થીથી શરૂ થનારા આ તહેવારી સીઝનમાં એફોર્ડેબલ હાઉસિંગ, મિડ સેગમેન્ટ અને કોર્મશિયલ સેગમેન્ટમાં પૂછપરછ ઘણી વધી છે. આ તહેવારોની સિઝનમાં આશા છે કે સેક્ટરમાં વાર્ષિક ધોરણે 15-20 ટકાનો ગ્રોથ જોવા મળશે. લો, મિડ અને હાઇ રેન્જમાં અત્યારે સૌથી વધુ ફાર્મ હાઉસ, બંગલો અને પ્લોટની ડિમાન્ડ ખુલી છે.

તહેવારોની માગથી હોમલોન આપનાર નાણાંકિય કંપનીઓ પણ ઉત્સાહિત છે. એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના એમડી અને સીઇઓ વાઇ વિશ્વનાથ ગૌડના જણાવ્યા મુજબ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓઆ વર્ષે લોન પોર્ટફોલિયોમાં 8-10 ટકાની વૃદ્ધિની આશા દર્શાવી રહ્યાં છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close