GovernmentInfrastructureNEWS

અમદાવાદનો પ્રથમ કેબલ સ્ટેઈટ બ્રીજ, રાજેસ્થાન સર્કલ પર નિર્માંણ પામશે

Ahmedabad's first cable stayed bridge to build at Rajasthan Circle.

ગુજરાતના આર્થિકનગર અમદાવાદ શહેરને ફરતે આવેલા સરદાર પટેલ રીંગ પર નિર્માંણ પામનાર પુલો પૈકીનો રાજેસ્થાન સર્કલ કેબલ સ્ટેઈટ બ્રીજનું ખાતમૂર્હૂત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.

બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને કેબલ સ્ટેઈટ બ્રીજ કેવો બનશે તે અંગે જાણવા માટે નિર્માંણકર્તા કંપની અજ્ય એન્જીનીયરીંગ સાથે મુલાકાત કરી હતી. અને માહિતી લીધી હતી.

કુલ 50 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર, રાજેસ્થાન સર્કલ કેબલ સ્ટેઈટ બ્રીજની લંબાઈ 1481 મીટર એટલે કે, દોઢ કિલોમીટર છે. અને તેની પહોળાઈ 27 મીટર છે. કુલ 9 સ્પાન પર આખો બ્રીજ નિર્માંણ પામશે. કેબલ સ્ટેઈટની કુલ લંબાઈ 200 મીટર રહેશે. જેમાં 100મીટર સેન્ટર પાર્ટ હશે. બાકીના 50 મીટરના બે પાર્ટ નિર્માંણ પામશે. અમદાવાદ શહેરનો પ્રથમ કેબલ સ્ટેઈટ બ્રીજ બનશે. આ બ્રીજ બનતાની સાથે રાજેસ્થાન સર્કલની આસપાસમાં થતા ટ્રાફિકનું સમાધાન થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close