GovernmentNEWS

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ માટે ટાટા પાવર 60 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ વિકસાવશે

ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, કંપનીને ગુજરાત રાજ્યમાં 60 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ વિકસાવવા માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)નો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ જે તારીખે કાર્યરત થાય એ તારીખથી 25 વર્ષના ગાળા માટે માન્ય પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) અંતર્ગત વીજળીનો પુરવઠો GUVNLને આપવામાં આવશે. કંપનીએ જાન્યુઆરી, 2021માં GUVNL દ્વારા જાહેર થયેલી બિડમાં આ કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટ PPAના અમલીકરણની તારીખથી 18 મહિનાની અંદર કાર્યરત કરવો પડશે.

ગુજરાતમાં કુલ નિર્માણાધિન ક્ષમતા 580 મેગાવોટ થશે
ટાટા પાવરના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, અમને ગુજરાતમાં 60 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ મળવાની જાહેરાત કરતા ગર્વ થાય છે. આ કોન્ટ્રાક્ટ સાથે ગુજરાતમાં કુલ નિર્માણાધિન ક્ષમતા 580 મેગાવોટ થશે. પ્લાન્ટ દર વર્ષે આશરે 156 મિલિયન યુનિટ વીજળીનો પુરવઠો પેદા કરશે એવી અપેક્ષા છે અને દર વર્ષે અંદાજે 156 મિલિયન CO2 (કાર્બન ડાયોકસાઇડ)ને ઓફસેટ કરશે.

રિન્યૂએબલ વીજળીની ક્ષમતા વધીને 4,007 મેગાવોટ થશે
ટાટા પાવરની રિન્યૂએબલ વીજળીની ક્ષમતા વધીને 4,007 મેગાવોટ થશે, જેમાંથી 2,687 મેગાવોટ કાર્યરત છે અને 1,320 મેગાવોટની ક્ષમતા અમલીકરણ હેઠળ છે, જેમાં આ PPA અંતર્ગત પ્રાપ્ત 60 મેગાવોટની ક્ષમતા સામેલ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close