કામગીરી પૂર્ણતાના આરે:સાબરમતી-બોટાદનો 165 કિમી રેલવે રૂટ દિવાળી સુધીમાં શરૂ થવાની શક્યતા
- અગાઉ માર્ચ-2021માં કામ પૂરું કરવાનું હતું
- ગાંધીગ્રામ, વસ્ત્રાપુર, સરખેજ, બાવળા સહિતનાં સ્ટેશનોની કામગીરી હજી બાકી
સાબરમતીથી બોટાદ વચ્ચે 165 કિલોમીટર લાંબી રેલવે લાઇનને મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવાની કામગીરી 976 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહી છે. આ રૂટની કામગીરી પૂર્ણ થતા અમદાવાદથી બોટાદ થઈ ભાવનગરના રસ્તે સૌરાષ્ટ્રને જોડતી લાઇન શરૂ થતા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફનો રસ્તો લગભગ 40 કિમી ઘટી જશે.
આ કામગીરી જૂન 2019માં પૂર્ણ થવાની હતી, પરંતુ પહેલાં ટેક્નિકલ કારણથી અને ત્યાર બાદ કોરોનાને કારણે કામગીરી અટકી ગઈ હતી, જે હવે શરૂ કરાતાં માર્ચ 2021 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રખાયું હતું, પરંતુ હજુ પણ અમદાવાદના ગાંધીગ્રામ, વસ્ત્રાપુર, સરખેજ, બાવળા જેવા સ્ટેશનની કામગીરી બાકી છે. તેની સાથે 165 કિમી લાંબા ટ્રેકમાંથી અમદાવાદ શહેરમાંથી પસાર થતા 15 કિમી રૂટ પર ટ્રેક નાખી દેવાયો છે, પરંતુ બાકીની ટેકનિકલ કામગીરી પૂર્ણ થતા હજુ 5-6 માસનો સમય લાગે તેમ છે, જેના પગલે સાબરમતી-બોટાદ રૂટ પર દિવાળી સુધીમાં લોકોને ટ્રેનનો લાભ મળે તેવી શક્યતા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
6 Comments