HousingNEWS

ગાંધીનગરના કુડાસણમાં કોમર્શિયલ હેતુ માટેનો પ્લોટ 143 કરોડમાં વેચાયો.

ગાંધીનગરના કુડાસણમાં કોમર્શિયલ હેતુ માટેનો પ્લોટ 143 કરોડની જંગી કિંમતે વેચાયો છે. ગુડાએ કુડાસણના આ પ્લોટ માટે પ્રતિ સ્ક્વેર મીટર પ્રતિ રૂ.80 હજારની કિંમત મૂકી હતી. જેની સામે હરાજીમાં 1.14 હજારમાં ભાવ મળ્યો હતો એટલે કે 43 ટકા વધુ ભાવે આ પ્લોટની ઈ-હરાજી થઈ હતી. 3 કલાક ચાલેલી આ હરાજીમાં કુલ 121 બોલી બોલાઈ હતી. ભારે રસાકસીના અંતે વધુ ભાવ ચૂકવી એક બિલ્ડરે કોમર્શિયલ હેતુ માટે આ પ્લોટ ખરીદ્યો હતો.

ગુડાના કુલ 300 પ્લોટમાંથી કુડાસણનો 12576 સ્કવેર મીટરના પ્લોટની હરાજી કરાઈ હતી. કુડાસણના પ્લોટ માટે કુલ 8 વ્યક્તિઓએ હરાજીમાં ભાગ લીધો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close