જાણો- કેવી રીતે નિર્માંણ પામી રહ્યા છે ગોતા-થલતેજ સર્કલ ફ્લાયઓવર બ્રીજના સ્લીપ વે

અમદાવાદના ગોતા-થલતેજ સર્કલ સુધી ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ પામી રહ્યો છે. હાલ તેનું નિર્માંણકાર્ય ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરજોસમાં ચાલી રહ્યું છે. અને છ મહિનામાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી સંભાવના રહેલી છે. 4.2 કિલોમીટરની લંબાઈ ધરાવતો, ગોતાથી થલતેજ સર્કલ સુધીના ફ્લાયઓવર બ્રીજમાં ગોતા, સોલા ભાગવત, સાયન્સ સીટી અને ઝાયડ્સ સર્કલ જંક્શનો આવે છે. જેથી, રાહદારીઓ, વાહનચાલકો અને અન્ય લોકોના મનમાં સવાલો થતા હશે કે, બ્રીજમાં સ્લીપ વે ક્યાં હશે ? અને કેવી રીતે નિર્માંણ પામશે ?. ક્યાંથી શરુ થશે ? અને ક્યાં સુધી ? તે માટે બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શનના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને આજે બ્રીજની જાત મુલાકાત લઈને જાણ્યું હતું.

જેમાં જાણવા મળ્યું છેકે, 4.2 કિલોમીટરના લાંબા ફ્લાયઓવર બ્રીજ પર કુલ બંને બાજુ પર ટુ લેન 6 સ્લીપ વે નિર્માંણ પામી રહ્યા છે. જ્યાંથી, વાહનચાલકો નીચે ઉતારે શકશે અને ત્યાંથી ઉપર પણ જઈ શકશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
18 Comments