HousingNEWS

અમદાવાદની ગુફા ગેલેરીમાં ડેવલપર અને તસવીરકાર નરેન્દ્ર પટેલે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન

20મી સદીમાં બનેલા અલગ અલગ બિલ્ડીંગનું આ ‘ક્લિક વોક’ નામનું ફોટોગ્રાફી પ્રદર્શન છે જેમાં વેનિસિયન સહિત આર્કિટેક્ચરની વિવિધ શૈલીઓ જોવા મળે છે. ગુફા ગેલેરીમાં અમદાવાદના સન ગ્રુપના ડેવલપર એવાં એન.કે.પટેલનું ફોટોગ્રાફી એક્ઝિબિશન ‘ક્લિક વોક’ શરૂ થયું છે. આ ફોટો એક્ઝિબિશનમાં તેમણે 2015માં સનફ્રાન્સિકોની મુલાકાત લીધી ત્યારે ક્લિક કરેલી તસવીરો પૈકી 50 તસવીરોને સમાવી લેવાઈ છે.

સેપ્ટ કે બીજી કોઈ ઈન્સ્ટિટ્યૂટમાં ભણતાં આર્કિટેક્ચર સ્ટુડન્ટસ માટે અભ્યાસ કરવા માટે આ એક મહત્વનો તસવીરી દસ્તાવેજ છે. 14 ફેબ્રુઆરી સુધી 4થી 8 દરમ્યાન આ શો જોઈ શકાય છે. આ શોમાં વિદેશનાં ઉત્કૃષ્ટ આર્કિટેક્ચર અને બાંધકામનો પરિચય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેની ડિઝાઈનમાં રચનાત્મક અને કળાત્મક અભિગમો પણ જોવા મળે છે. જેને કારણે તે નયનરમ્ય બને છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close