જાણો- લેન્ડમાર્ક રીવરફ્રન્ટ પર નિર્માંણ પામી રહેલા ફૂટ ઓવર બ્રીજની ઝલક
અમદાવાદનું લેન્ડમાર્ક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સાબરમતી રીવરફ્રન્ટ પર હાલ એક આઈકોનિક ફૂટ ઓવર બ્રીજ નિર્માંણ પામી રહ્યો છે. જે ખરેખર અદ્ભૂત નિર્માંણકાર્ય છે. આ પ્રકારના બ્રીજનું નિર્માંણ ખાસ કરીને, વિદેશોમાં રીવરફ્રન્ટ પર જોવા મળે છે. આ બ્રીજનો મુખ્ય હેતુ પ્રર્યટકો નદી કિનારાના સૌંદર્ય નિહાળી શકે અને કુદરતનો લ્હાવો લઈ શકે. ત્યારે આ પ્રકારનો બ્રીજ અમદાવાદના રીવરફ્રન્ટ પર નિર્માંણ પામી રહ્યો છે અને જેનું નિર્માંણકાર્ય 80 ટકા પૂર્ણ થઈ ગયું છે.
ગુજરાતના વિકાસ મોડેલનું પ્રથમ સ્ટેપ…..એવા સાબરમતી રિવરફ્રન્ટ પર નિર્માંણ પામી રહેલા ફૂટ ઓવર બ્રીજના નિર્માંણકાર્યનો શુભારંભ 2018માં થયો હતો અને 2021ના અંતે સુધીમાં પૂર્ણ થશે તેવી સંભાવના છે. અને અમદાવાદીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ આ બ્રીજ પરથી સાબરમતી નદીનો નજારો, મોકળા મને માણી શકશે.
બ્રીજની વિશિષ્ઠતાની વાત કરીએ તો, અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાત સરકાર દ્વારા રચાયેલા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત,,,74 કરોડ રુપિયાના ખર્ચે એલિસ બ્રીજ અને સરદાર બ્રીજની વચ્ચે આ બ્રીજનું નિર્માંણ થઈ રહ્યું છે. આ બ્રીજની કુલ લંબાઈ 300 મીટર છે જ્યારે તેની પહોળાઈ 10.15 મીટર છે. અને બ્રીજના નિર્માંણમાં 2500 મેટ્રીક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આ બ્રિજ કુલ ચાર આધાર સ્તંભો પર નિર્માંણ કરવામાં આવ્યો છે. જેમા બે પીઅર નદીમાં નિર્માંણ કરવામાં આવ્યા છે.
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ, આ બ્રીજના નિર્માંણકાર્યમાં ફાઉન્ડેશન ખૂબ જ પડકારરુપ હતો. પરંતુ, આજની આધુનિક ટેકનિકની તાકાત અને નિષ્ણાંતોની હોશિયારીથી તેમાં સફળતા પ્રાપ્ત મળી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
18 Comments