GovernmentInfrastructureNEWS

આજે પકવાન ફ્લાયઓવર બ્રીજ/સાણંદ જંક્શન ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ, અમદાવાદીઓ ટ્રાફિક સમસ્યામાંથી થયા મુક્ત

Central home minister Amit Shah Inaugurates the Pakawan flyover bridge and Sanand Junction flyover.

અમદાવાદ શહેરને સતત પ્રવૃત રાખનાર અને ટ્રાફિકથી ધમધમતા એવા એસ. જી. હાઈવે પર આવેલા પકવાન ચોકડી પર પકવાન ફ્લાયઓવર બ્રીજ અને સાણંદ જંક્શન પર ફ્લાય ઓવર બ્રીજનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈ-લોકાર્પણ કરીને, ગુજરાતની જનતા માટે બ્રીજને ખુલ્લો મૂક્યો હતો. જે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી
વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર કાકા, અમદાવાદના મેયર અને અન્ય સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં અમિત શાહે ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે ભારત સરકાર હંમેશા તત્પર છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના
માર્ગ-મકન વિભાગમાં માત્ર ચાર મહિનામાં 15 હજાર કરોડ રુપિયાનાં વિકાસ કામો કર્યું હતાં.આ રીતે,ગુજરાત કોરોનાકાળમાં પણ વિકાસ ફાળ ભરી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ચાર મોટી યોજનાનું લોકાર્પણ કર્યાં છે. તો, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પણ ગુજરાતના કામોની પ્રસાંશા કરી કરતાં ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે ગુજરાતના કૉન્ટ્રાક્ટરોનો પણ આભાર માન્યો હતો.

મહત્વનું છેકે, અમદાવાદનો મહત્વનો એસ.જી. હાઈવેને મોડેલ રોડ બનાવવા માટે ભારત સરકારના સહયાગથી ગુજરાત સરકારે 867 કરોડ રુ ફાળવ્યા છે. તે અંતર્ગત સરખેજથી ગાંધીનગર રોડ પર કુલ સાત ફ્લાયઓવર બની રહ્યા છે. જેમાં પકવાન ફ્લાય ઓવર બ્રીજ કુલ 35 કરોડ રુપિયામાં નિર્માંણ પામ્યો છે. તો, સાણંદ જંક્શન પર 36 કરોડ રુપિયાના ખર્ચે
નિર્માંણ પામ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close