GovernmentNEWS

PM અમદાવાદ એરપોર્ટથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે ચાંગોદર હેલીપેડ પહોંચ્યા, સુરક્ષાના પગલે હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાવ્યો

Prime Minister arrived at Gujarat

એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કવોકોસીન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે જેનું વડાપ્રધાન મોદી નિરિક્ષણ કરશે. ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ હાલ પ્લાન્ટ પર પહોંચી ગયાં છે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયાં છે. હાલ એરપોર્ટથી વાયુસેનાના હેલિકોપ્ટરથી ચાંગોદર હેલીપેડ પહોંચી ગયાં છે. અહીંથી તેઓ ઝાયડસ બયોટેક પ્લાન્ટ પહોંચશે. તેમના આગમનને પગલે હાઈવે પર વાહન વ્યવહારને બંધ કરાવવામાં આવ્યો છે.

હાલ ત્યાં PM પ્રોટોકોલ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.અહીંયા કોરોના વેકસીનનું પ્રોડક્શન થશે જે માટે ઝાયડસ બયોટેકની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીં ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કરશે અને રસી તૈયાર કરનારા વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરશે. અમદાવાદની ઝાયડસ બયોટેકમાં ઝાયકોવ- ડી વેકસીન પર કામ ચાલી રહ્યું છે.હાલ આ વેક્સીનની તૈયારીઓ પર નજર નાખવા ખુદ વડાપ્રધાન અમદાવાદ આવ્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close