GovernmentInfrastructureNEWS

વડાપ્રધાન મોદીએ, હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસનું વિડીયો કોન્ફરન્સથી કર્યું લોકાર્પણ

PM Modi virtually inaugurates Ropax Ferry Service between Ghogha and Hazira in Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માટેના હજીરા-ઘોઘા રો-પ્રેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકોર્પણ કરીને, ગુજરાતીઓને દિવાળી ભેટ અર્પિત કરી છે. આ સાથે, હજીરા ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યમંત્રી રૂપાણી, મંત્રી મનસુખ માંડવીયા અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડતી હતી, જે હવે માત્ર 4 કલાકની થઈ જશે.

વધુમાં મોદીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં, ભારત સરકારે, જળ, રોડ અને આકાશ આ ત્રણેય માર્ગ પરની પરિયોજનાઓનું લોકાર્પણ કરીને, જળ, થળ અને નભમાં પરિવહન માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રકાશ પર્વ દિવાળી પર વોકલ ટુ લોકલનો મંત્ર અપનાવીને,ભારતને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવો.
મોદીનો ઘોઘા અને હજીરાના વેપારીઓ સાથે ઓનલાઈન સંવાદ

ભાવનગર ઘોઘા અને સુરતના હજીરા ખાતે જોડાયેલા વિવિધ વેપારીઓ સાથે મોદીએ સંવાદ કર્યો હતો. સંવાદમાં વેપારીઓએ રો-પેક્સ ફેરીથી થતા ફાયદાઓ અંગે જણાવ્યું હતું. જેમાં મોદીનો વેપારીઓએ રો-પેક્સ સેવાને લઈને આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, સુરતમાં હીરા અને સૌરાષ્ટ્રમાં હળ બંને તરફથી ફાયદો જ ફાયદો. આ સંવાદમાં ખેડૂત, શાકભાજી-ફળના વેપારી, ડાયમંડ વેપારી અને રત્નકલાકારો સાથે વાતચિત કરી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close