આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી કરશે, હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું લોકાર્પણ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11:00 કલાકે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હજીરા ખાતે રો–પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન અને હજીરા–ઘોઘા રો રો ફેરી સેવાનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના સાંસદ સી.આર. પાટીલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગર લોકસભાના સાંસદ ભારતીબહેન શિયાળ, સુરત લોકસભાના સાંસદ દર્શનાબહેન જરદોશ, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપસ્થિતિ રહેશે.
હજીરા–ઘોઘા વચ્ચે રો–પેક્સ ફેરી સર્વિસ શરૂ થતાં રોડ પરનું ભારણ ઘટતાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને મુસાફરી સસ્તી બનવાની સાથે પર્યાવરણની જાળવણી પણ થશે.
રો–પેક્સ ફેરી સર્વિસ ભાવનગર સાથે સૌરાષ્ટ્ર અને સુરત સાથે દક્ષિણ ગુજરાતના લોકો માટે રો–પેક્સ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે, જેનાથી સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળતા ધંધા–રોજગારીની નવી તકો ઉભી થશે.
સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે, જેનાંથી ગુજરાતનો વિકાસ વધુ વેગવંતો બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ઈશ્વરભાઈ પટેલ, મંત્રીશ્રી, ગુજરાત સરકાર
10 Comments