વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખંડિતાના આર્કીટેક્ટ સરદારને અર્પી શ્રદ્ધાંજલી.
PM Modi Pays Tribute To The Iron Man of India “Sardar” On His Birthday Anniversary.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. જેનો આજે બીજો દિવસ છે. આજે નર્મદાના કેવડિયા કોલોની ખાતે, અખંડિતા અને એકતા શિલ્પીકાર એવા લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતી પર સરદારના પાવન ચરણામાં જળ ચડાવીને, મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ, મોદીએ પરેડની નિરીક્ષણ પણ કર્યું હતું. તે દરમિયાન તેઓ પુલવામા હુમલામાં શહીદ થયેલા વીરજવાનોને યાદ કર્યાં હતા. અને એકતાનો સંદેશ આપ્યો હતો. વધુમાં મોદીએ કહ્યું હતું કે, દેશમાં પ્રથમ સી પ્લેન પ્રોજેક્ટનો શુભારંભ થવા જઈ રહ્યો છેકે, જેના કારણે, અનેક લોકોને રોજગારી મળશે. સાથે સાથે પર્યટકોની સંખ્યામાં વધારો થશે. પરિણામે, નર્મદા જિલ્લાના આદીવાસી વિસ્તારમાં રહેતા લોકો માટે રોજગારની તકો ખુલી છે તેવું મોદીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે,30 ઓક્ટોબર-2020ના રોજ મોદીએ, એકતા મોલ, એકતા ક્રૂઝ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યાં હતાં.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ડી.ડી.ન્યૂઝ, ભારત સરકાર
18 Comments