અમદાવાદ શહેરનો સર્વોચ્ચ માળખાકીય વિકાસ, 76 કિ.મીના એસ.પી. રીંગ રોડને આભારી
આજે અમદાવાદ શહેરનો ચારેય બાજુથી સર્વોચ્ચ અને શ્રેષ્ઠ માળખાકીય જોવા મળી રહ્યો છે, જે અમદાવાદ શહેરને ફરતે આવેલા 76 કિલોમીટરના સરદાર પટેલ રીંગ રોડને આભારી છે. ત્યારે, આપણે ચોક્કસપણે, 76 કિલોમીટરના રીંગને આકાર આપનાર અને રીંગના પાયાની ઈંટ સમા ભાજપના વરિષ્ઠ નેતા, વર્તમાન ખજાનચી એવા ઔડાના પૂર્વ ચેરમેન આદરણીય સુરેન્દ્રભાઈ પટેલ સાથે રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રેના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના એડિટર પ્રહલાદ પ્રજાપતિએ શિષ્ટાચાર મુલાકાત કરી હતી. જેમાં સરદાર પટેલ રીંગના નિર્માંણ અંગે કેટલીક રસપ્રદ ચર્ચા થઈ હતી.
નોંધનીય છેકે, સરદાર પટેલ રીંગ કુલ 76 કિલોમીટરની લંબાઈ અને 60 મીટરની પહોળાઈ ધરાવે છે. 2009માં આ રીંગ રોડના નિર્માંણકાર્યની શરુઆત થઈ હતી. આ રીંગ રોડ નિર્માંણને કારણે અમદાવાદ શહેરમાં રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટર વેગવંતું બન્યું છે. આવનારા દિવસોમાં હજુ અન્ય બે રીંગ રોડ નિર્માંણ પામવાની જાહેરાત સરકારશ્રીની નોડલ એજન્સી ઔડાના 2021ના ડેવલપમેન્ટ પ્લાનમાં ઉલ્લેખ કરાયેલો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments