હાલ દેશભરમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં એક પ્રકારનો આર્થિક તણાવ અને માર્કેટની અસ્પષ્ટતાને કારણે રીયલ એસ્ટેટ સ્ટેકહોલ્ડર્સમાં નિરાશાવાદ અને લાગણીઓમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છતાં, આવતા છ મહિનામાં માર્કેટમાં મધ્યમ સુધારો જોવા મળી રહ્યો છે તેવો દેશની નામાંકિત સંસ્થાઓ નારેડકો, નાઈટફ્રેન્ક અને ફિક્કી દ્વારા કરાયેલા સંયુક્ત સર્વેના અહેવાલમાં જાણવા મળ્યું છે.
અહેવાલના જણાવ્યાનુસાર,નાંણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના અંતે કરંટ સેન્ટીમેન્ટ ઈન્ડેક્સ 22 પોઈન્ટ નોંધાયો છે. જ્યારે, ચાલુ વર્ષના સેકન્ડ ક્વાર્ટરમાં સેન્ટીમેન્ટ ઈન્ડેક્સ 41 પોઈન્ટ જોવા મળી રહ્યો છે. જોકે, અગાઉના વર્ષના સેકન્ડ ક્વાર્ટરમાં 36 પોઈન્ટ નોંધાયો હતો. આ રીતે આપણે ચોક્કપણે કહી શકીએ કે હાલની રીયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ નિરાશાવાદ અને અસ્પષ્ટ હોવા છતાં, આવનારા છ મહિનામાં માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. કારણ કે, માર્કેટમાં બિઝનેસના વિવિધ મોડેલને આભારી છે.
દેશમાં રેસિડેન્શિયલ સેગમેન્ટમાં નવા પ્રોજેક્ટનું લોન્ચિંગ, સેલ અને કિંમતો અંગે રીયલ એસ્ટેટના સ્ટેકહોલ્ડર્સના મત મુજબ, હાલ આ ત્રણેય વસ્તુઓ ખૂબ ધીમી ગતિથી ચાલી રહી છે. પરંતુ, નવા પ્રોજેક્ટના લોન્ચિંગ અંગે 50ટકા રીયલ એસ્ટેટ પ્લેયર્સ જણાવી રહ્યા છેકે, આવનારા છ મહિનામાં માર્કેટની સ્થિતિ સુધારશે અથવો તો, જે છે તે જ રહેશે. તો, વેચાણની દષ્ટિએ જોઈએ તો, 31 ટકા સ્ટેક હોલ્ડર્સ જણાવી રહ્યા છેકે, આગામી છ મહિનામાં માર્કટ વધુ સારુ રહેશે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું છેકે, વર્ષના બીજા ભાગમાં માઈક્રો ઈકોનોમીમાં કેટલાક સૂચકાંકો સીમાંત સુધારો જોવા મળી રહ્યો છે. કારણ કે, વર્ષના સેકન્ડ પાર્ટમાં તહેવારની સિઝન શરુ થઈ ગઈ છે. કોરોનામાં પણ લોકોમાં એક પ્રકારનું હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આ પરિબળોને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મદદરુપ બનશે.
તો, નારેડકોના રાષ્ટ્રીય અધ્યક્ષ હીરાનંદની ગ્રુપના એમડી નિરંજન હીરાનંદની જણાવે છેકે, હવે માર્કેટમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. અને આર્થિક સુધારો થતો જોવા મળી રહ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments