વાવ-થરાદ જિલ્લા કલેક્ટરથી બદલી કરી, જે. એસ. પ્રજાપતિની ગાંધીનગર મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂંક

ગુજરાતના નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના પ્રથમ કલેક્ટર જે. એસ. પ્રજાપતિનીIAS (SCS:GJ:2014) બદલી કરીને, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમને અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગની સેવાઓ સોંપવામાં આવી છે. બિલ્ટ ઈન્ડિયા મીડીયાના એડીટર પ્રહલાદ પ્રજાપતિએ, જે. એસ. પ્રજાપતિને અભિનંદન પાઠવાતા દરમિયાન એક તસવીર છે. (આ તસવીર, જે. એસ. પ્રજાપતિ જ્યારે અમદાવાદ મ્યુુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જે. એસ. પ્રજાપતિ ગુજરાત કેડરના 2014 બેચના આઈએએસ અધિકારી (એસસીએસ કેટેગરી) છે અને તેઓ સિવિલ એન્જિનિયરિંગની પૃષ્ઠભૂમિ ધરાવે છે. વર્ષ 2025ની સરકારી સૂચના અનુસાર તેઓ મોરબી ખાતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે સફળતા પૂર્વક કામગીરી બજાવી છે. ત્યારબાદ તેઓ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA), વડોદરા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



