GovernmentNEWS

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ ઓઈલ ટ્રાન્સપોર્ટ માર્ગ

હાલ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા ઓઈલ યુદ્ધમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)શબ્દ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આવો જાણીએ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શું છે, અને તેનું મહત્વ શું છે. સાથે સાથે જો આ યુદ્ધ લાંબો સમય ચાલે તો, રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટર શું અસરો પડી શકે છે.  

Strait of Hormuz વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંનો એક છે. આ નાનો દરિયાઈ માર્ગ Iran (ઉત્તર તરફ) અને Oman તથા United Arab Emirates (દક્ષિણ તરફ) વચ્ચે આવેલો છે. તે Persian Gulf ને Gulf of Oman સાથે જોડે છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું ભૌગોલિક મહત્વ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તેની સૌથી નાની જગ્યાએ આશરે 33 કિ.મી. પહોળો છે, જ્યારે જહાજો માટેના માર્ગો માત્ર 2–3 કિ.મી. જેટલા જ છે. આ કારણે આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ અને જોખમવાળો બની જાય છે.

કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ પર અસર

ભારત જેવા દેશોમાં આ સ્ટ્રેટનો સીધો પ્રભાવ પડે છે

  • ડીઝલ-પેટ્રોલના ભાવ વધે → પ્રોજેક્ટ ખર્ચ વધે
  • સ્ટીલ, સિમેન્ટ અને અન્ય સામગ્રી મોંઘી બને
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે

વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ ઓઈલ ટ્રાન્સપોર્ટ માર્ગ

  1. દુનિયાના કુલ તેલનો લગભગ 20–25% હિસ્સો અહીંથી પસાર થાય છે.
  2. દરરોજ લગભગ 2 કરોડ બેરલ તેલ આ માર્ગથી ટ્રાન્સપોર્ટ થાય છે
  3. LNG (ગેસ)નો પણ મોટો હિસ્સો આ જ રસ્તાથી જાય છે, ભારત, ચીન, જાપાન જેવા દેશો માટે આ માર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રાજકીય અને વ્યૂહાત્મક મહત્વ

આ વિસ્તાર હંમેશા જીઓપોલિટિકલ ટેન્શન માટે જાણીતો રહ્યો છે. ખાસ કરીને Iran સાથેના વિવાદોને કારણે આ સ્ટ્રેટ વારંવાર ચર્ચામાં રહે છે. જો આ માર્ગ બંધ થાય અથવા તેમાં અવરોધ આવે તો:

  • વૈશ્વિક તેલના ભાવ વધી જાય.
  • અર્થતંત્ર પર સીધી અસર પડે
  • આંતરરાષ્ટ્રીય વેપાર પ્રભાવિત થાય.
  • ફ્યૂઅલના ભાવમાં વધારો
  • સપ્લાય ચેઇન પર અસર
  • ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધે

ઉલ્લેખનીય છે કે, હાલ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઓઈલ યુદ્ધ ચાલી રહ્યું છે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલે, સંસદભવનમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના દૂરગામી પરિણામો અંગે ભારતની જનતાને અગવત કરાવતાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં કોરાના જેવી સ્થિતિ આવે તો, ભારત તેની સામે અડીખમ તૈયાર છે, એ ભારતની જનતાની તાકાત છે. આ વાતથી ગઈકાલે, દેશભરના પેટ્રોલ પંપો પર પેટ્રોલ, ડીઝલ પુરાવવા માટે ટૂ-વ્હીલર અને કારની લાંબી લાંબી કતારો લાગી હતી. જો કે, ગુજરાત સરકારે કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની કોઈ જ તંગી નહી પડે અને જેટલો જથ્થો જોઈએ એટલો જથ્થો મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close