NEWS

સડક સુરક્ષા અભિયાન-2026નો આખરી પડાવ, ગડકરીએ કહ્યું કે, નાગરિકો સડક સુરક્ષાને નૈતિક જવાબદારી સમજે.

ભારતભરના તમામ વાહનચલકો, મુસાફરો અને લોકોને સડક અકસ્માતમાં સુરક્ષિત રાખવાના પ્રયાસ માટે, માયાનગરી મુંબઈમાં આયોજિત સડક સુરક્ષા અભિયાન-2026નું આયોજન કર્યું હતું. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી અને ફિલ્મસ્ટાર અમિતાબ બચ્ચન સહિત અનેક ફિલ્મીજગતના ફિલ્મ સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે, નિતીન ગડકરીએ, દેશના તમામ નાગરિકોને સડક અકસ્માતથી સુરક્ષિત રાખવા, અપેક્ષાકૃત અધિક અનુશાસિત અને માનવીય બનાવવા હેતુસર રાષ્ટ્રવ્યાપી સકડ સુરક્ષા અભિયાન-2026માં જોડાવવા દેશના તમામ નાગરિકોને અપીલ કરી છે. વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, સડક સુરક્ષા માત્ર વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવાનું અભિયાન નથી પરંતુ, સડક પર પ્રત્યેક જીવન પ્રતિ સન્માન આપવાવાળું આંદોલન છે.

દેશના તમામ નાગરિકો, વાહનવ્યવહાર સંબંધિત કાયદાઓનું ચૂસ્ત પાલન કરે, અને માનવજીવનનું મહત્વ સમજે તેમજ સડક સુરક્ષાને એક સામૂહિક નૈતિક જવાબદારીરુપ લે તેવી અપીલ ગડકરીએ કરી છે. ઉલ્લેખનીય છેકે, દેશભરમાં દર વર્ષે રોડ અકસ્માતમાં અંદાજે, 1,60,000 લોકોનાં મોત થાય છે, જેમાં મોટાપાયે, યુવાઓનો સમાવેશ થાય છે પરિણામે, દેશની આર્થિક સ્થિતિ પર અસર પડે છે. સાથે સાથે તેના પરિવારોની સ્થિતિ કફોડી થઈ જાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close