HousingNEWS

નારેડકો ગુજરાતના પ્રોપર્ટી શોનો આજે પ્રથમ દિવસ, મોટીસંખ્યામાં લોકો લઈ રહ્યા મુલાકાત

આજે અમદાવાદના એસ.પી. રીંગ પરના ઓગણજ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતાં, આવેલા ટોલ પ્લાઝા નજીક નારેડકો ગુજરાતનો ત્રિ દિવસીય પ્રોપર્ટી શોનું, ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના હસ્તે ઉદ્દઘાટન થયું હતું. આ પ્રસંગે, મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, નારેડકો ગુજરાત દ્વારા જ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પહેલ કરી રહ્યું તેમાં સરકાર તેમની સાથે છે. જ્યાં જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જરુર પડે ત્યાં હંમેશા આપની સાથે છે તેવો વિશ્વાસ વ્યક્ત વ્યક્ત હતો.


તો, દેવાંગ દાણીએ, અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં થયેલા માળખાકીય વિકાસ, સિવીક ડેવલપમેન્ટ અંગે વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ જ્યારે, કોમન વેલ્થ ગેમ્સ-2030 માટે યજમાનપદ મેળવી રહ્યું છે તે માટે આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં વૈશ્વિક સ્તરીય વિકાસ થશે. તે માટે અમદાવાદ તૈયાર છે.


આ પ્રંસગે નારેડકો ગુજરાતના ચેરમેન સુરેશ પટેલે, મુખ્ય મહેમાન, અતિથિઓ સહિત તમામ સહભાગીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, કોમન વેલ્થ ગેમ્સ-2030ને કારણે આવનારા ત્રણ વર્ષમાં અમદાવાદમાં 1 લાખ કરોડ કરતાં વધારે રોકાણ થવાની સંભાવના છે. જે માટે સરકાર સજ્જ છે. તે સાથે સાથે નારેડકો ગુજરાત પણ તૈયાર છે. વધુમાં ચેરમન સુરેશ પટેલે, અર્ફોડેબલ હાઉસિંગ પર ભાર મૂક્તાં જણાવ્યું હતું કે, દરેકને ઘરનું ઘર મળે તે માટે નારેડકો ગુજરાત સતત એર્ફોડેબલ હાઉસિંગ નિર્માણ કરવા રિયલ એસ્ટેટ ડેવલપર્સને પ્રોત્સાહિત રહ્યું છે.


આ ઉપરાંત, સુરેશ પટેલે અમદાવાદના શહેરનો ટકાઉ વિકાસ સાધવા માટે એક કાઉન્સિલની રચના કરવાની માંગ કરી હતી, અને જેમાં અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને એએમસી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને આમંત્રણ આપ્યું છે. તો, સામે કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કાઉન્સિલની રચના કરવી એ એક ઉમદો વિચાર છે પરંતુ, અલગ અલગ કેટેગરી મુજબ તેની રચના કરીને તેના પર કામ કરીને પછી એક સેન્ટર કાઉન્સિલની રચના કરવી જોઈએ.


ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close