
આવતીકાલથી 19 ડિસે. થી 21 ડિસે. સુધી NAREDCO Gujaratનો પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન સરદાર પટેલ રીંગ પરના વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે આવેલા ટોલ પ્લાઝા નજીક કરવામાં આવ્યું છે. ત્રિ-દિવસીય ચાલનાર આ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.


નારેડકો ગુજરાતના ચેરમેન સુરેશ પટેલના જણાવ્યાનુસાર, નારેડકો ગુજરાત પ્રોપર્ટી શોમાં 500થી વધુ પ્રોપર્ટીઓનું ડિસ્પ્લે કરવામાં આવશે. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, એર્ફોડેબલ હાઉસિંગ, પ્લોટિંગ, ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અને વીક એન્ડ વીલા જેવી પ્રોપર્ટીઓનો સમાવેશ થશે. આ ઉપરાંત, પ્રોપર્ટી શોમાં એર્ફોડેબલ હાઉસથી માંડીને લક્ઝરી સેગમેન્ટ અને હાઈ એન્ડ ફ્લેટ ધરાવતા પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઉપલબ્ધ હશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ, 50 હજાર કરતાં પણ વધારે ફૂટ ફોલ રહેશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. નારેડકો ગુજરાત હંમેશા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સુરત અને વડોદરા સહિત ગુજરાતના મોટાં શહેરોના તમામ નાના-મોટા ડેવલપર્સની સમસ્યાઓ અને પ્રશ્નનો માટે સતત અને અવિરતપણે કામ કરે છે. નારેડકો ગુજરાતે ડબલ જંત્રી, મહેસૂલીસમસ્યાઓ, એફએસઆઈ સહિત અનેક મુદ્દાઓ અંગે ગુજરાત સરકાર સામે રજૂઆત કરીને રિયલ એસ્ટેટ ડેવલપર્સના પ્રશ્વનોને હલ કરવા નારેડકો ગુજરાત ડેવલપર્સના પડખે ઊભું રહે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



