GovernmentInfrastructureNEWSPROJECTS

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક માટે ૭,૭૩૭ કરોડ ફાળવ્યા

આ વર્ષના બજેટમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાતમાંથી ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત કુલ ૧૨૪ કામો માટે રૂ.૭૭૩૭ કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે માર્ગો અને પુલોની મહત્વતા ધ્યાને લેતા સમગ્ર ગુજરાતને સુવિધા સભર અને સલામત માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત માર્ગોનું નેટવર્ક પુરુ પાડવાના દિશાનિર્દેશો માર્ગ મકાન વિભાગને આપ્યા છે.

તેમણે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે ૫,૫૭૬ કરોડ મંજૂર કર્યા છે.

ગુજરાતમાં જે રોડ નિર્માણ પામવાના છે, જેની યાદી અને તેના બજેટ સાથે નીચે દર્શાવ્યા છે.

બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદના  ૯૨.૨૩ કિલોમીટર લંબાઈ માટે ૬૭.૪૩ કરોડ

બોટાદ – ઢસા – ચાવંડ – અમરેલી – બગસરા – બિલખા – મેંદરડાના ૬૭.૩૦ કિ.મી. માટે ૧૫૮.૬ કરોડ

મેંદરડા – કેશોદ – માંગરોળના ૪૮.૫૫ કિ.મી માટે.૮૧.૩૮ કરોડ

ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભરના ૧૦૫.૦૫ કિ.મી રોડ માટે ૮૫૮.૩૯ કરોડ

કરજણ – ડભોઈ – બોડેલીના ૭૧.૧૦ કિ.મી રોડ માટે ૩૩૧.૧૬ કરોડ

દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદના ૧૬૭.૫૪ કિ.મી. માટે ૧,૫૧૪.૪૧ કરોડ

અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગરના ૧૪૩.૩૦ કિ.મી. રોડ માટે ૬૪૦.૩૦ કરોડ

સંતરામપુર – મોરવા હડફ – સંતરોડના ૪૯.૯૦ રોડ માટે ૮,૬૧.૭૧

સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુરના ૬૪.૦૫ કિ.મી. રોડ માટે ૧,૦૬૨.૮૨ કરોડ

આ નવા હાઈસ્પીડ કોરીડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે તેમજ પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. હાઈસ્પીડ કોરીડોર બનવાના પરિણામે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. એટલુ જ નહિં, મહત્વના શહેરો સાથે ઝડપી જોડાણ મળતા અને મુસાફરી સરળ અને પ્રવાસનને પણ વેગ મળશે.

મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.૧,૧૪૭ કરોડ મંજૂર કર્યા છે. તેમાંથી ૨૭૧ કિ.મી. લંબાઈમાં ૨૦ કામો હાથ ધરવામાં આવશે.

આ ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ/સ્ટેબીલાઈઝેસન, ફ્લાય-એશ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેકનોલોજીના ઉ૫યોગથી લાંબુ આયુષ્ય ઘરાવતા વધુ ટકાઉ અને મજબુત, લાઈફ-સાયકલ કોસ્ટમાં બચત થાય તેવા અને પર્યાવરણને અનુરૂપ માર્ગોનુ નિર્માણ થશે.

આ ઉપરાંત તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના ૭૯ કામો ૮૦૩ કિ.મી.માં હાથ ધરવા માટે ૯૮૬ રૂપિયાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧,૩૬૭ કિ.મી.ના ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે આ ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી આપી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- માહિતી ખાતુ, ગાંધીનગર

Show More

Related Articles

Back to top button
Close